Dashama Vrat Wishes in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ માસના દશમને દિવસે પૂરું થાય છે. દશામાનુ વ્રત દસ દિવસ ચાલે છે. જેમાં ભક્તો માની માટીની મૂર્તિને સ્થાપિત કરે છે અને તેની આરાધના કરે છે. અહી અમે આપને માટે લાવ્યા છીએ દશામાતા વ્રતના શુભેચ્છા સંદેશ અને મેસેજીસ જેના દ્વારા તમે તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા આપી શકો છો.