5 લાખ રૂપિયાની ફ્રી સારવારનો લાભ લેવા તમારે આયુષ્યમાન ભારતની વેબસાઈટ
mera.pmjay.gov.in પર જઈને કે હેલ્પલાઈન નંબર 14555 પર કોલ કરીને એ જાણી શકો છો કે યોજનાનો લાભ તમને મળી શકે છે કે નહી. પોતાના મોબાઈલ નંબર કે રાશન કાર્ડની મદદથી કોઈપણ આ તપાસી શકે છે કે તે લાભાર્થીના લિસ્ટમાં છે કે નહી. ઓટીપીથી વેરીફિકેશન પછી ઓનલાઈન KYC (નો યોર કસ્ટમર)પૂરુ કરવુ પડશે. તેમા કોઈ માનવીય દખલ નથી. હેલ્પલાઈન નંબર પર કોલ કરીને એ પણ જાણી શકો છોકે તમે વીમો મેળવવાના હકદાર છો કે નહી.