વોડાફોને આઈડિયા સાથે વિલયની ચર્ચાને બતાવ્યુ સત્ય

સોમવાર, 30 જાન્યુઆરી 2017 (17:58 IST)
વોડાફોને અનેક મહિનાના સંશય પછી સોમવારે આદિત્ય વિક્રમ બિડલા સમૂહની કંપની આઈડિયા સેલુલરની સાથે વિલયની ચર્ચાની  પુષ્ટિ કરી છે. આ વિલય હેઠળ વોડાફોનની ભારતીય એકમનો આઈડિયા સેલુલર સાથે વિલય થઈ જશે. આ વિલય પછી આ બંનેના વિલયથી બનેલી કંપની દૂરસંચાર ક્ષેત્રમાં આ દેશની સૌથી મોટી કંપની બનશે. 
 
આ સમાચાર પછી આઈડિયાના શેરમાં 29 ટકા સુધીની તેજી નોંધવામાં આવી. આઈડિયાના શેર NSE પર 26.47%ની તેજી સાથે  98.40 વેપાર કરી રહ્યા હતા. 
 
વોડાફોને આ વાતની પુષ્ટિ કરે છે કે આઈડિયા સેલુલર સાથે તેમની ભારતીય એકમ વોડાફોન ઈંડિયાના વિલયને લઈને આદિત્ય બિડલા સમૂહ સાથે ચર્ચા ચાલુ છે. જો કે ઈંડ્સ ટાવર્સ અને આઈડિયામાં વોડાફોનની 42 ટકા ભાગીદારીનો સમાવેશ નથી. 
 
 
વોડાફોનના નિવેદન મુજબ - આઈડિયા સાથે વોડાફોન સુધી નવા શેર રજુ થવાથી વિલય પ્રભાવી થશે અને તેનાથી વોડાફોનથી વોડાફોન ઈંડિયા જુદા થઈ જશે. 
 
વિશેષજ્ઞો મુજબ વોડાફોનના આઈડિયામાં વિલય પછી વોડાફોનના ગ્રાહક આઈડિયાના ગ્રાહક બની જશે. 
 
- જો વિલય થાય છે તો નવી કંપની પાસે સૌથી વધુ લગભગ 39 કરોડ સબ્સક્રાઈબર્સ થશે. 
- વર્તમાન નંબર એક કંપની એયરટેલ પાસે 27 કરોડ અને રિલાયંસ જિયો પાસે 7.2 કરોડ ગ્રાહક છે. 
- આ ઉપરાંત નવી કંપનીનુ કુલ રાજ્સ્વમાં બજારમાં ભાગીદારી 40 ટકા હશે. જ્યારે કે એયરટેલની લગભગ 32 ટકા છે. 
 
વોડાફોને તાજેતરમાં જ લોન્ચ કરી નવી સ્કીમ્સ 
 
વોડાફોને તાજેતરમાં જ રિલાયંસ જિયોને ટક્કર આપવા માટે કેટલીક નવી સ્કીમ્સ લોંચ કરી હતી. 
- સપ્ટેમ્બર 2016માં કંપનીએ 47,700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. બીજી બાજુ સપ્ટેમ્બર 2016 સુધી કંપની પાસે 20 કરોડ ગ્રાહક હતા. 
- ઉલ્લેખનીય છે કે રિલાયંસ જિયોએ પોતાની ફ્રી વૉયસસ કોલિંગ અને ડાટા સર્વિસેજને 31 ડિસેમ્બર 2016થી વધારીને 31 માર્ચ 2017 સુઇધી વધારી દીધી હતી. 
 
કેમ થઈ રહી છે ડીલ 
 
આઈડિયા-વોડાફોન વિલયનું કારણ એ છે કે અગાઉ 14-15 ત્રિમાસિકથી વોડાફોનનુ ફક્ત 3 ટકા આવક માર્કેટ શેર રહ્યુ છે. બીજી બાજુ લિસ્ટિંગ પછી આઈડિયાને પહેલીવાર ખોટ થવાની આશંકા છે. 
 
ડીલ પછી શુ થશે 
 
- માહિતગારોનુ માનવુ છે કે આઈડિયા-વોડાફોનના વિલયથી બધા માર્કેટમાં વોડાફોન ઈંડિયાની સ્થિતિ મજબૂત થશે જ્યારે કે મહાનગરોમાં આઈડિયાની પકડ મજબૂત થશે. 
 
- વિલય પછી ગ્રાહક અને આવકના હિસાબથી સૌથી મોટી કંપની સામે આવશે. 
 
- આ ડીલ પછી વોડાફોનની ભારતમાં લિસ્ટિંગ સરળ બનશે. 
 
- સીએલએસએનુ માનવુ છે કે ડીલ પછી નાણાકીય વર્ષ 2019 સુધી વોડાફોનની આવકમાં 43 ટકા માર્કેટ શેર થઈ જશે. 
 
ડીલ સામેના પડકારો - આઈડિયા-વોડાફોન વિલયમાં અનેક અવરોધો પ્ણ છે. જેવી કે નવી કંપનીમાં મેનેજમેંટ કંટ્રોલ કોનુ રહેશે.  ગ્રાહક અને આવક માર્કેટ શેર, સ્પેક્ટ્રમ નક્કી સીમાથી વધુ હશે અને નક્કી સીમથી વધુ સ્પેક્ટ્રમ હોવા પર કાયદાકીય પરેશાની આવી શકે છે.  બીજી બાજુ ઈંડ્સમાં નવી કંપનીનો ભાગ 58 ટકા થઈ જશે. જેનાથી ભારતી એયરટેલ, ઈંડસમાં માઈનોરિટી શેરધારક બની જશે. 

વેબદુનિયા પર વાંચો