આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને દર મહિને આપશે 1250 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (10:32 IST)
ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જેમાં વિધવા સહાય યોજનાનો પણ સમાવેશ કરાયો છે. હવે સરકારે આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા યોજના કરી દીધું છે. જે અંતર્ગત વિધવા મહિલાઓને દર મહિને 1,250 રૂપિયાની રકમ આપવામાં આવશે. જણાવી દઈએ કે ગુજરાત સરકારે એપ્રિલ 2019 થી માસિક પેન્શનની રકમ 1,000 રૂપિયાથી વધારીને 1,250 રૂપિયા કરી દીધી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ, તો તેની સાથે સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવી છે.