શેર બજારમાં બન્યો નવો ઈતિહાસ, સેંસેક્સ પહેલીવાર 38 હજારને પાર

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (10:59 IST)
સેંસેક્સએ બજાર ખુલતા જ રેકોર્ડ નવી ઊંચાઈઓને પાર કરી લીધી છે. સેંક્સેસ પહેલીવાર 38000 ને પાર કરવામાં સફળ થયુ. જ્યારે કે નિફ્ટીએ 11,495.2નો નવો રેકોર્ડ બનાવ્યો છે. સેંસેક્સએ 38,050.12નો નવો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર બનાવ્યુ છે. 
 
મિડકૈપ અને સ્મૉલકેપ શેયરોમાં પણ ખરીદી દેખાય રહી છે. બીએસઈનો મિડકૈપ ઈંડેક્સ 0.3 ટકા વધ્યો છે. જ્યારે કે નિફ્ટીએ મિડકૈપ 100 ઈંડેક્સમાં 0.4 ટકાનો વધારો નોંધાવ્યોચ હે. બીએસઈના સ્મોલકૈપ ઈડેક્સ 0.4 ટકા સુધી ઉછળ્યો છે. 
 
હાલ બીએસઈનો 30 શેરવાળો મુખ્ય ઈંડેક્સ સેંક્સેસ 123 અંક મતલબ 0.3 ટકાના ઉછાળા સાથે 38,010ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.  બીજી બાજુ એનએસઈનો 50 શેરવાળો મુખ્ય ઈંડેક્સ નિફ્ટી 29 અંક મતલબ 0.25 તકાના ઝડપ સાથે 11,479 ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર