નવી ઊંચાઈઓ પર બજાર, સેંસેક્સ પહેલીવાર 37849 પર અને નિફ્ટી 11420 પર ખુલ્યુ

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (10:22 IST)
ગ્લોબલ બજારોમાંથી મળેલી મજબૂત સંકેતોથી આજે ભારતીય શેર બજારે નવા રેકોર્ડ સાથે શરૂઆત કરી છે. વેપારની શશરૂઆતમાં શેરબજાર 157.32 એટલેકે 0.42  ટકા વધીને 37,849.2 પર અને નિફ્ટી 36.05 અંક એટલે કે 0.32 ટકા વધીને 11,423.15 પર ખુલ્યુ. 
 
મિસ સ્મોલકેપના શેરમાં વધારો 
 
આજના વેપારમાં દિગ્ગજ શેર સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેરોમાં પણ જોશ દેખાય રહ્યો છે. બીએસસીના સ્મૉલકેપ ઈંડેક્સ 0.21 ટકા અને મિડકૈપ ઈંડેક્સ 0.26 ટકા વધીને વેપાર કરી રહ્યો છે. 
 
બેંક નિફ્ટીમાં વધારો 
 
બેંક ફાર્મા ઓટો શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી ઈંડેક્સ 74 અંક વધીને 27972ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં 0.42 ટકા, નિફ્ટી મેટલમાં 0.71 ટકા નિફ્ટી ઓટોમાં 0.43 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. 
 
ટોપ ગેનર્સ 
 
હિંડાલ્કો, ગેલ, ડૉ. રેડ્ડી લૈબ્સ, એચસીએલ ટેક, ઈંફોસિસ, મહિન્દ્રા એંડ મહિન્દ્રા, સન ફાર્મા, કોટક મહિન્દ્રા એશિયન પૈટ્સ 
 
ટોપ લૂઝર્સ 
 
આઈસીઆઈસીઆઈ બેંક, અદાની પોર્ટ્સ, ભારતી એયરટેલ, સિપ્લા, એક્સિસ બેંક 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર