PNB - જાણો કેવી રીતે થઈ પંજાબ નેશનલ બેંકની શરૂઆત

શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (17:18 IST)
11,360 કરોડ રૂપિયાના કૌભાંડ પછી ચર્ચામાં બનેલ પંજાબ નેશનલ બેંકના શેયર્સમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આ સાથે સંકળાયેલા સમાચારના ગ્રાફમાં પણ વધારો થયો છે. વિશેષજ્ઞોનુ માનીએ તો આ ઘોટાળાથી બેંક પર પડનારી અસરનુ અવલોકન કરી શકવુ મુશ્કેલ છે અને હાલ વેટ એંડ વોચની પોલીસી અપનાવવી પડશે.   બીજી બાજુ જ્યા એક બાજુ આ ફરજીવાડો જેટલો સનસનીખેજ છે બીજી બાજુ 123 વર્ષ જૂની આ બેંકની સ્થાપના સાથે જોડાયેલી સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે.  આજે લગભગ 7 હજાર બ્રાંચ લ્ગબહ્ગ 10 હજાર એટીએમ અને 70 હજારથી વધુ કર્મચારીઓની સાથે પોતાની સેવાઓ આપી રહેલ પંજાબ નેશનલ બેંક 19 મે 1894માં ફક્ત 14 શેયરધારક અને 7 નિદેશક સાથે શરૂ કરવામાં આવ્યુ હતુ. પણ જે એક વ્યક્તિએ આ બેંકનો પાયો મુકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી એ છે ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની લાલ-બાલ-પાલની તિકડીવાળા લાલા લજપત રાય. 
 
લજપત રાયનો આઈડિયા 
 
લાલા લજપત રાય આ તથ્યથી ખૂબ ચિંતિત હતા કે બ્રિટિશ બેંકો અને કંપનીઓને ચલાવવા માટે ભારતીય પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો પણ તેનો નફો અંગ્રેજ ઉઠાવી રહ્યા હતા. જ્યારે કે ભારતીયોને માત્ર થોડુ વ્યાજ મળતુ હતુ.  તેમણે આર્ય સમાજના રાય બહાદ્દુર મૂળ રાજ સાથે એક લેખમાં પોતાની આ ભાવનાનો ઉલ્લેખ કર્યો. ખુદ મૂળ રાજ પણ લાંબા સમયથી આ વિચાર રાખતા હતા કે ભારતીયોની પોતાની રાષ્ટ્રીય બેંક હોવી જોઈએ. 
કેવી રીતે થઈ બેંકની સ્થાપના 
 
રાય મૂળ રાજના અનુરોધ પર લાલા લજપત રાયે પસંદગીના મિત્રોને એક ચિઠ્ઠી મોકલી જે સ્વદેશી ભારતીય જોઈંટ સ્ટૉક બેંકની સ્થાપનામાં પ્રથમ પગલુ હતી. તેના પર સંતોષજનક પ્રતિક્રિયા મળી. તરત જ કાગળ પર કામકાજ શરૂ કરવામાં આવ્યુ અને ઈંડિયન કંપની એક્ટ 1882ના અધિનિયમ 6ના હેઠળ 19 મે 1984ના રોજ પીએનબીની સ્થાપના થઈ ગઈ. બેંકનુ પ્રોસ્પેક્ટ્સ ટ્રિબ્યૂન સાથે જ ઉર્દૂના અખબાર-એ-આમ અને પૈસા છાપામાં પ્રકાશિત કરવામાં આવ્યા. 
 
23 મેના રોજ સંસ્થાપકોએ પીએનબીના પ્રથમ અધ્યક્ષ સરદાર દયાલ સિંહ મજીઠિયાના લાહોર સ્થિત નિવાસ પર બેઠક કરી અને આ યોજના સાથે આગળ વધવાનો સંકલ્પ કર્યો. તેમણે લાહોરના અનારકલી બજારમાં પોસ્ટ ઓફિસની સામે અને પ્રસિદ્ધ રામા બ્રધર્સ સ્ટોર્સની પાસે એક ઘર ભાડા પર લેવાનો નિર્ણય કર્યો. 
લાહોરથી થઈ શરૂઆત 
 
12 એપ્રિલ 18956ના રોજ પંજાબના તહેવાર બૈશાખીના એક દિવસ પહેલા બેંકને વેપાર માટે ખુલ્લુ મુકવામા આવી. પ્રથમ બેઠકમાં જ બેંકના મૂળ તત્વોને સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ હતુ.  14 શેયરધારક અને 7 રોકાણકારોએ બેંકના શેયરનો ખૂબ થોડોક ભાગ લીધો હતો.  લાલા લજપતરાય, દયાલ સિંહ મજીઠીયા, લાલા હરકિશન લાલ, લાલા લાલચંદ, કાળી પ્રોસન્ના, પ્રભુ દયાલ અને લાલા ઢોલના દાસ બેંકના શરૂઆતી દિવસમાં તેના મેનેજમેંટ સાથે સક્રિય રૂપે જોડાયેલા હતા. 
 
પીએનબીનુ કૌભાંડ બેંકના માર્કેટ કૈપિટલાઈઝેશન (એમકૈપ)ના 31 ટકા જેટલુ છે. તેથી કૌભાંડના સમાચાર આવતા જ આ શેયર્સની કિમંતો પ્રથમ જ દિવસે 10 ટકા અને બીજા દિવસે 12.89 ટકા ટકાનો ઘટાડો થયો. 
 
એક વેલ્થ મેનેજરના મુજબ "પીએનબીનુ ભવિષ્ય તેની બુનિયાદ પર નિર્ભર કરે છે. જો તેની બુનિયાદ એટલી મજબૂત છેકે મેનેજમેંટ પરત કરાવવામાં સક્ષમ રહ્યો. (આ એક મજબૂત નેતૃત્વ કાર્યભાર સંભાળે છે) ત્યારે તેમા કરવામાં આવેલ રોકાણને કાયમ રાખવુ જોઈએ. હાલ આ નુકશાનનુ સમગ્ર અવલોકન કરવુ બચ્યુ છે પણ તેનાથી બેંકનો એનપીએનો આકાર ખૂબ મોટો થઈ જશે જેમાથી બહાર નીકળવામાં તેને ઘણી મુશ્કેલી થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર