આજથી એસબીઆઈ બેંકના વ્યાજ દર બદલાશે
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા(SBI)એ અર્થવ્યવસ્થા લિક્વિડીટીને જોતા બેંક ડિપોઝિટ અને ફિકસ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દર ઘટાડી દીધા છે. હવે 1 લાખ રૂપિયા સુધીના બેંક ડિપોઝીટ પર 3.50 ટકાને બદલે 3.25 ટકાનુ વ્યાજ મળશે. આ નવી વ્યાજ દર આજથી 1 નવેમ્બર 2019થી લાગૂ થઈ જશે.
એફડી પર વ્યાજ દર ઘટાડવા ઉપરાંત એસબીઆઈએ છઠ્ઠીવાર નાણાકીય વર્ષ 2019-20 માટે એમસીએલઆર (MCLR)ઘટાડી દીધુ છે. એટલે કે હવે એસબીઆઈ બેંકનુ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે લોન લેવી વધુ સસ્તી થઈ ગઈ છે. હવે નવી દર મુજબ એમસીએલઆર દર 10 ઓક્ટોબરથી 8.05 ટકા થઈ ગઈ છે.
બેંકોનુ નવુ ટાઈમ ટેબલ
મહારાષ્ટ્રમાં પબ્લિક સેક્ટર બેંકનુ નવુ ટાઈમ ટેબલ (Banks Time Table) નક્કી થઈ ગયુ છે. હવે આ બધી બેંક એક જ ટાઈમ પર ખુલશે અને બંધ થશે. બેંકનો સમય સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં બેંકોનુ નવુ ટાઈમ ટેબલ બૈકર્સ કમિટીએ નક્કી કર્યુ છે. જેને 1 નવેમ્બરથી લાગૂ કરવામાં આવશે.