દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2019 - જાણો સમય, મહત્વ અને શુ છે Muhurat Trading

શનિવાર, 26 ઑક્ટોબર 2019 (14:10 IST)
દિવાળીના દિવસે ભારતીય સ્ટૉક એક્સચેંજ ખાસ ટ્રેડિંગ સત્રનુ આયોજન કરે છે. ટ્રેડિંગના આ ખાસ સત્રને મુહૂર ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ એક કલાકના ટ્રેડિંગ સત્રને હિન્દુ લેખા વષની વિક્રમ સંવંત કહેવામાં આવે છે અને આ શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ 60 મિનિટમાં કરવામાં આવેલ વેપારથી પૈસા, ભાગ્ય અને ખુશીઓ વધે છે. 
 
મોટાભાગના લોકો આ દિવસે વહી ખાતા અને તિજોરીઓની પૂજા કરે છે. ગુજરાતીઓ અને મારવાડીઓમાં આ ચલન વિશેષરૂપે ચર્ચિત ક હ્હે. મુહૂર્ત ટ્રેડિંગ પહેલા સ્ટૉક એક્સચેંજમાં બ્રોકર ખાતાની પૂજા કરે છે. વેપારીઓઓનુ માનવુ છે કે આવુ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એશિયાનુ સૌથી જૂનો સ્ટૉક એક્સચેંજ બીએસઈ વીતેલા 60 વર્ષથી વધુ વર્ષથી મુહુર્ત ટ્રેડિંગ કરતા આવી રહ્યા છે. 
 
આ મુહુર્ત ટ્રેડિંગનો સમય 
 
મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીના દિવસે એટલે કે રવિવારે 27 ઓક્ટોબર 2019ના રોજ થશે.  આ સાંજે 6.15થી 7.15 સુધી રહેશે. આ સમય મુહૂર્ત ટ્રેડિંગ માટે શુભ માનવામાં આવે છે.  આ દિવસે કરવામાં આવેલ ટ્રેડિંગનુ સેટલમેંટ એ દિવસે નથી થતુ જ્યારે કે જો ટ્રેડિંગ સેશનના સમયે તેને મર્જ કરીને સેટલ કરવામાં આવે છે. 
 
સ્ટૉક માર્કેટ 28 ઓક્ટોબર સુધી માટે બંધ છે. તો મુહૂર્ત ટ્રેડિંગનુ સેટલમેંટ 29 ઓક્ટોબરના ટ્રેડ સાથે કરવામાં આવશે. એટલે કે મુહૂર્ત ટ્રેડિંગનો સમય ખરીદવામાં આવેલ શેયરને તમે 29 ઓક્ટોબરના રોજ નહી વેચી શકો કારણ કે તેનુ સેટલમેંટ થયુ નહી હોય. 
 
હજુ સુધીવા વીતેલા 14 મુહૂર્ત ટ્રેડિંગમાંથી 11 વાર બીએસઈ વધારા સાથે થયો છે. વીતેલા વર્ષ મુહૂર્ત ટ્રેડિંગનો સમય બીએસઈના સેંસેક્સમાં 0.7 ટકા અને નિફ્ટીમાં 0.65 ટકાની તેજી રહી . 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર