વાસ્તવમાં, RBIએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે કે હવે મેચ્યોરિટી પૂરી થયા પછી, જો તમે રકમ ક્લેમ નહીં કરો, તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે. આ વ્યાજ બચત ખાતા પર મળતા વ્યાજ જેટલું હશે. હાલમાં, બેંકો સામાન્ય રીતે 5 થી 10 વર્ષની લાંબી મુદતવાળી FD પર 5% થી વધુ વ્યાજ આપે છે. જ્યારે બચત ખાતા પર વ્યાજ દર 3 ટકાથી 4 ટકાની આસપાસ છે.