Gold Silver Price Today: આજે સોનુ ચાંદી થયા સસ્તા, જાણો આજની 10 ગ્રામ ગોલ્ડની કિમંત

બુધવાર, 29 જૂન 2022 (15:13 IST)
Gold price today, 29 June 2022: ડોલરમાં મજબૂતી આવવાથી આજે વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં કમજોરી જોવા મળી છે. એમસીએક્સ સોનુ ઓગસ્ટ વાયદા 0.01 ટકાની કમજોરી સાથે 50,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરતો જોવા મળ્યો છે. એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદા 168 રૂપિયાના ઘટાડા સાથે 60,025 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર કરતો જોવા મળે છે. સોના ચાંદીમાં કામકાજ ખૂબ ધીમુ જોવા મળ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે મંગળવારે સોનાનો ભાવ 50,822 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયો હતો. જ્યારે કે ચાંદી સપ્ટેમ્બર વાયદા  60,193 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો. 
 
આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનું 0.1% વધીને 0254 GMT સુધીમાં $1,821.57 પ્રતિ ઔંસ હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1% વધીને $1,823.10 પર બંધ થયું
 
22 કેરેટ સોનાની કિંમત 47,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત પણ 51,980 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 47,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 47,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર