રિયલ્ટી, મેટલ અને આઈટી ઈન્ડેક્સમાં મજબૂત વેચવાલીથી બજાર ડૂબ્યું અને 58 હજારની નીચે પહોંચી ગયું. નિફ્ટી પણ 17,250 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યુ છે. બજારમાં છેલ્લા પાંચ વેપાર સેશનથી સતત ઘટાડાને કારણે રોકાણકારોએ અત્યાર સુધીમાં રૂ. 17.5 લાખ કરોડ ગુમાવ્યા છે. હાલત એ છે કે BSEપર લિસ્ટીંગ ટોચના 30 શેરોમાંથી તમામ લાલ નિશાન પર પહોંચી ગયા, જ્યારે નિફ્ટીના 50માંથી 49 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 1:12 વાગ્યે સેન્સેક્સ 1,234 પોઈન્ટ ઘટીને 57,799.70 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 377.05 પોઈન્ટ ઘટીને 17,245.50ની સપાટીએ છે. બંને એક્સચેન્જોમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
પાંચ દિવસમાં 3,300 પોઈન્ટ ગબડ્યો સેન્સેક્સ
શેરબજારમાં સતત ઘટાડાને કારણે સેન્સેક્સે પાંચ ટ્રેડિંગ સેશનમાં 3,300 પોઈન્ટ ગબડ્યો છે. નિફ્ટી પણ 1,100 પોઈન્ટ નીચે આવી ગયો છે. બંનેમાં 5.4%નો ઘટાડો થયો છે.
આ 5 કારણોને લીધે સેંસેક્સની હાલત બગડી
- વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ છે અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના ભયથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.