અમરનાથ યાત્રાળુઓ માટે જિયો લાવ્યુ 102 રૂપિયાનો પ્લાન

ગુરુવાર, 4 જુલાઈ 2019 (17:55 IST)
રિલાયંસ જિયોએ અમરનાથ મુસાફરો માટે 102 રૂપિયાનો એક નવો પ્રીપેડ પ્લાન રજુ કર્યો છે. યાત્રાને ધ્યાનમાં રાખતા પ્લાનનો સમય 7 દિવસને મુકવામાં આવ્યો છે.  જમ્મુ કાશ્મીર સર્કલ માટે બનાવેલ આ નવા પ્લાનમાં મુસાફરોને અનલિમિટેડ ડેટા મળશે.   ગ્રાહક રોજ અડધો જીબી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકશે. ત્યારબાદ ડેટાની સ્પીડ  64KBPS થઈ જશે. સાથે જ મળશે અનલિમિટેડ નેશનલ અને લોકલ કોલિંગ. ગ્રાહકને રોજ 100 એસએમસેસ પણ ફી મળશે. 
 
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની દ્રષ્ટિથી દેશભરમાંથી આવેલા મુસફરો માટ ફક્ત પોસ્ટ પેડ કનેક્શન જ કામ કરે છે.  બીજા રાજ્યોમાંથી આવનારા મુસાફરોના પ્રીપેડ કનેક્શન રાજ્યમાં બેકાર સાબિત થાય છે.  આવામાં કોઈપણ ટેલીકોમ કંપની સાથે જોડાયેલ પ્રી પેડ ગ્રાહકોને પોતાના પરિવાર સાથે કોંટેક્ટમાં રહેવા માટે જમ્મુ કાશ્મીરથી નવુ લેવુ પડે છે. મુસાફરો કનેક્શન તો લે છે પઍણ તેનો ઉપયોગ ફક્ત મુસાફરી દરમિયાન જ કરે છે. જે મોંઘો સોદો સાબિત થાય છે. 
 
રિલાયંસ જિયોનો 7 દિવસનો આ પ્રીપેડ પ્લાન અમરનાથ મુસાફરોને માટે રાહત લઈને આવ્યો છે. જેમા ફક્ત 102 રૂમાં મુસાફરો સમગ્ર યાત્રા દરમિયાન પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે છે. 7 દિવસની વેલિડિટી ખતમ થતા તે આપમેળે જ રદ્દ જશે.   રિલાયંસ જિયોનુ નવુ સિમ અને પ્લાન મુસાફરી દરમિયાન જમ્મુ કાશ્મીર સ્થિત જિયો રિટેલર્સ માંથી ખરીદી શકે છે. 
 
રિલાયંસ જિયોના ખાસ પ્લાનનો  હેતુ મુસાફરોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના પરિવાર સાથે જોડાયેલા રાખવાનો છે.   તેથી આ પ્લાન સાથે જિઓ પ્રાઈમ મેમ્બરશિપ નથી અપાય રહી. અને આ જ કારણ છે કે જિયો એપ્પ્સ પન આ ખાસ પ્લાન સાથે નહી મળે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર