અમદાવાદની બેન્કોમાં રૂા. ૧૫ લાખની બનાવટી ૩૭૦૦ નોટો ભરવામાં આવી
શનિવાર, 13 ઑક્ટોબર 2018 (15:02 IST)
અમદાવાદ શહેરની અલગ અલગ ૧૭ બેન્કોમાં રૂા. ૧૫ લાખની બનાવટી ચણલી નોટો ભરવામાં આવી હતી. આ બનાવ અંગે એસઓજીએ દેશના અર્થતંત્રને તોડી પાડવા માટે ભારતીય ચલણની નોટો બનાવી હોવાનો ગુનો નોંધીને બેન્ક એકાઉન્ટ આધારે તપાસ હાથ ધરી છે.
૨૦૦૦, ૫૦૦ તથા ૨૦૦ સહિતની નવી નોટો ચણલમાં આવ્યા બાદ તેની પણ નકલ કરીને બનાવટી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હોવાનું આવ્યું છે. અમદાવાદની રિઝર્વ બેન્ક, બંધન બેન્ક, એસબીઆઈ અને કાલુપુર કોર્મશિયલ બેન્ક સહિત અલગ-અલગ ૧૭ બેન્કોમાં રૂા. ૧૫,૦૪,૩૬૦ની બનાવટી નોટો કુલ ૩,૭૫૧ નોટો ભરવામાં આવી હતી. જેમાં છેલ્લા બે મહિનામાં ૨૦૦૦ના દરની ૨૧૩ નોટો અને ૫૦૦ના દરની ૨૫૧ તથા ૨૦૦ના દરની ૨૫ તેમજ ૧૦૦ના દરની ૨૧૪૨ નોટો મળી આવી છે.
આ નોટોમાં રદ થયેલી ૧૦૦૦ અને ૫૦૦ના દરની ૯૩૧ નોટો પણ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. એસ.ઓ.જી, એસીપી, બી.સી.સોલંકીના જણાવ્યા મુજબ અગાઉ જવા થયેલી નોટો બેન્ક દ્વારા આપવામાં આવી હોવાની વિગતો મળી છે. જો કે આ નોટો બેન્ક અને ખાતેદારની પુછપરછ કરવામાં આવશે. આ બનાવ અંગે એસઓજીએ ભારતીય ચલણની નોટો બનાવીને દેશના અર્થ તંત્રને તોડી પાડવાના ઇરાદે ગુનાહીત કાવતરુ રચ્યું હોવાનો ગુનો નોધીને બેન્ક એકાઉન્ટ આધારે તપાસ હાથ ધરી છે.