GST કાઉંસિલની બેઠક - લોકોને મળી રાહત, આ વસ્તુઓ પર હવે ફક્ત 5 ટકા લાગશે ટેક્સ
શનિવાર, 22 ડિસેમ્બર 2018 (16:34 IST)
ખાસ વાતો
- 33 વસ્તુઓને 18 ટકા સ્લેબથી 12 અને 5 ટકાના સ્લેબમાં લાવવામાં આવી.
- ફક્ત 34 ઉત્પાદોને છોડીને બાકીને 18 કે તેનાથી ઓછી જીએસટી દરમાં મુકવામાં આવ્યા છે.
- કમ્પ્યુટર મોનિટર, પાવર બેંક, યૂપીએસ, ટાયર, એસી, ડિઝિટલ કેમરા, વોશિંગ મશીન અને પાણ ગરમ કરનારા હીટરનો સમાવેશ છે.
- આ કાઉંસિલની 31મી બેઠક હતી.
જીએસટી કાઉંસિલની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. નાણાકીય મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં& 33 વસ્તુઓને 18 ટકા સ્લેબમાંથી 12 અને 5 ટકાના સ્લેબમાં લાવવામાં આવી છુ. પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીએ બેઠક પછી કહ્યુ કે તેમા સામાન્ય લોકોને મોટી રાહત મળશે. આ કાઉંસિલની 31મી બેઠક હતી.
વી નારાયણસામીએ જણાવ્યુ કે કોંગ્રેસની અસલી માંગ એ હતી કે લકઝરી સામાન છોડીને અન્ય બધા ઉત્પાદોને 18 ટકાના દર પર લાવવા જોઈએ અને સરકાર તેની સાથે સહમત પણ છે. ફક્ત 34 ઉપ્તાદોને છોડીને બાકી બધાને 18 કે તેનાથી ઓછા જીએસટી દરમાં મુકવામાં આવ્યા છે.
જીએસટી પર નાણાકીય મંત્રીની આ જાહેરાત
- જીએસટી કાઉંસિલની બેઠક પછી નાણાકીય મંત્રીએ કહ્યુ કે અનેક સામાન સસ્તા કરવા પર બની સહમતિ
- જીએસટી કાઉંસિલમાં 33 સામાન પર દર ઘટાડવા પર બની સહમતિ
- 33 વ્સ્તુઓ પર જીએસટે દર 12 અને 5 ટકા રહેશે.
- હજ જનારા ફ્લાઈટ પર જીએસટી ઘટી
- જીએસટીને લઈને અમારુ લક્ષ્ય ખૂબ મોટુ છે.
- 28 ટકા સ્લેબમાં કુલ 34 આઈટમ બચ્યા છે.
- 28 ટકાવાળા 7 સામાન પર જીએસટી 18 ટકા કરવામાં આવી.
- 32 ઈંચવાળી ટીવી પર 18 ટકા ટેક્સ
- ઓટો મોબાઈલના 13 આઈટૅમ સીમેંટ હવે 18 ટકા ટેક્સના દાયરામાં