GST કાઉન્સિલની બેઠક - 29 વસ્તુઓ પર જીએસટી 0 ટકા, 49 વસ્તુઓ પર જીએસટી ઘટાડો કરવાનો નિર્ણય

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (07:03 IST)
:જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં 68 વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવાયો છે બેઠકમાં 29 વસ્તુઓ પર જીએસટી ઓછું કરીને 0 ટકા કરી દેવામાં આવ્યું છે.જયારે  49 વસ્તુઓ પર જીએસટી ઓછું કરવામાં આવ્યું છે. જો કે પેટ્રોલ, ડિઝલ અને રિયલ એસ્ટેટ મામલે કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ બેઠકમાં 49 વસ્તુઓ પર જીએસટી ઓછું કરીને તેને 5 ટકાથી 12 ટકા જેટલું કરવામાં આવ્યું છે. જેનાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.
 
જીએસટી અંગે સર્વોચ્ચ નિર્ણય લેનાર જીએસટી કાઉન્સિલની બેઠક આજે મળી હતી જેમાં 49 આઇટમ્સ પર ટેક્સ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત હેન્ડિક્રાફ્ટની 29 આઇટમ્સને 0% સ્લેબમાં મૂકવામાં આવી છે. એટલે કે આ વસ્તુઓ પર ટેક્સ રેટ દૂર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના ફાઇનાન્સ મિનિસ્ટર પ્રકાશ પંતે આ માહિતી આપી છે. જીએસટી કાઉન્સિલની આજે મળેલી 25મી બેઠકમાં આ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
 
 નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા જીએસટી કાઉન્સિલની આ અંતિમ બેઠક રહી હતી. 2019માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં જીએસટી કાઉન્સિલની આ બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી હતી. સાથે સાથે મોદી સરકારના અંતિમ બજેટને પણ ઉપયોગી ગણવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર