ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખને પાર ! જાણો તમારા શહેરમાં શુ છે સોનાનો ભાવ ? હજુ ક્યા સુધી જશે સોનાનો રેટ ?

મંગળવાર, 22 એપ્રિલ 2025 (11:41 IST)
સોનાની કિમંત પ્રતિ 10 ગ્રામ એક લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે. આ પહેલીવાર છે જ્યારે તેની કિમંત આ સ્તર પર પહોચી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તનાવને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે  ગુજરાતમાં સોનાની કિમંત એક લાખ રૂપિયા જીએસટી લગાવીને છે.  
 
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિમંત 3430 ડૉલર પ્રતિ ઔસ થઈ ગઈ. આ અત્યાર સુધીનુ સૌથી ઉંચુ સ્તર છે. દિલ્હીના ઓલ બુલિયન એંડ જ્વેલર્સ એસોસિએશનના ચેયરમેન યોગેશ સિંઘલે જણાવ્યુ કે સોમવારે સાંજે ગુજરાતના બજારમાં જીએસટી સાથે સોનુ પ્રતિ 10 ગ્રામ એક લાખ રૂપિયાથી વધુમાં વેચાય રહ્યુ હતુ. મંગળવારે  MCX પર પણ સોનાની કિમંત રેકોર્ડ ઊંચાઈ પર પહોચી ગઈ. જૂન વાયદા માટે આ 98 હજારનો આંકડો પાર કરી ગઈ છે.  
 
આ વર્ષે 30 ટકાની તેજી 
ઓલ ઈંડિયા જેમ એંડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉંસિલના વાઈસ ચેયરમેન અવિનાશ ગુપ્તાએ કહ્યુ કે 1 જાન્યુઆરી 2025થી સોનાની કિમંતમા 30 ટકાનો વધારો થયો છે. 8 એપ્રિલ 2025ના રોજ સોનાની કિમંત 2983 ડોલર હતી, જે સૌથી ઓછી હતી. ત્યારથી અત્યાર સુધી  14.5%  નો વધારો થયો છે.   
 
કેવી રીતે થઈ એક લાખ રૂપિયા કિમંત ?
ભારતમાં સોનાના ભાવમાં 3 ટકા GST ઉમેર્યા પછી, દર 10 ગ્રામ દીઠ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો છે. તે જ સમયે, ફ્યુચર્સ માર્કેટમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂપિયા 98,991 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 1.76% વધીને છે, જ્યારે ચાંદી 0.62% વધીને રૂ. 95,840 પ્રતિ કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ 98,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.

જાણો તમારા શહેરમાં સોનાનો ભાવ
 
અમદાવાદ: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
રાજકોટઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
સુરતઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
વડોદરા 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
 
સોનાનો ભાવ એક લાખ ને પાર પહોચવાના શુ છે કારણો ? 
ડોલર ઇન્ડેક્સ નબળો પડી 99 અંદર સરક્યો, વૈશ્વિક 3400 ડોલર ક્રોસ
યુએસ-ચીન ટ્રેડવોરથી આર્થિક ગ્રોથ ધીમો પડવાની દહેશત
હેજફંડ્સ તથા ગોલ્ડ ઇટીએફનું સતત વધી રહેલું એક્સપોઝર

શુ હજુ  વધશે સોનાનો રેટ ? 
ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર યથાવત રહેતાં હેજફંડો અને ઇટીએફના તોફાનને પગલે ભાવ નવા ઊંચા સ્તરે પહોંચ્યા હતા. જે ગતીએ તેજી લંબાઇ રહી છે તેને ધ્યાનમાં લેતા સોનું આગામી ઝડપી 1.05-1.10 લાખની સપાટી કુદાવી શકે છે. જોકે તેજી ઓવરબોટ પોઝિશનમાં હોય ગમે ત્યારે 10-15 ટકાનો ઘટાડો પણ આવી શકે છે.છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ચાંદી કરતા સોનાએ બમણું એટલે કે સરેરાશ 39-40 ટકાનું આકર્ષક રિટર્ન આપ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર