Gold Price Today- શુક્રવારે દેશની આર્થિક રાજધાની મુંબઈના ઝવેરી બજારમાં સોનાના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. 24 કેરેટ શુદ્ધ સોનાના 10 ગ્રામની કિંમત 1,01,000 રૂપિયા પર પહોંચી ગઈ છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે.