મંગળવારે શરૂઆતના વેપારમાં, બ્રેન્ટ ક્રૂડ $2.69 અથવા 3.76% ઘટીને $68.79 પ્રતિ બેરલ થયું. સત્રની શરૂઆતમાં, તે 4% થી વધુ ઘટીને 11 જૂન પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ પણ $2.7 અથવા 3.94% ઘટીને $65.46 પ્રતિ બેરલ થયું. 9 જૂન પછી આ તેનું સૌથી નીચું સ્તર છે. તેલના ભાવમાં ઘટાડો ખાસ કરીને ભારતને મોટી રાહત આપશે કારણ કે આપણે 85 ટકાથી વધુ ક્રૂડ આયાત કરીએ છીએ.