AIR INDIA એ આજે આટલી ફ્લાઈટ્સ કરી દીધી કેંસલ, જાણો ક્યાની ફ્લાઈટ્સ થઈ કેન્સલ, પ્લેન ક્રેશની ઘટના પછી મેંટેનેંસ પર જોર
ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં દુબઈથી ચેન્નઈની ફ્લાઇટ AI906, દિલ્હીથી મેલબોર્નની ફ્લાઇટ AI308, મેલબોર્નથી દિલ્હીની ફ્લાઇટ AI309 અને દુબઈથી હૈદરાબાદની ફ્લાઇટ AI2204નો સમાવેશ થાય છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પુણેથી દિલ્હી ફ્લાઇટ AI874, અમદાવાદથી દિલ્હી ફ્લાઇટ AI456, હૈદરાબાદથી મુંબઈ ફ્લાઇટ AI2872 અને ચેન્નઈથી મુંબઈ ફ્લાઇટ AI571 રદ કરવામાં આવી છે.
વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે એર ઇન્ડિયા
સમાચાર અનુસાર, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેની ટીમો મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે. એરલાઇને જણાવ્યું હતું કે તેણે ફ્લાઇટ રદ કરવા અથવા મફત રિશેડ્યુલિંગ પર મુસાફરોને સંપૂર્ણ રિફંડ પણ ઓફર કરી છે.