2010માં ગુજરાત બનશે આભૂષણ કેન્દ્ર

વાર્તા

શુક્રવાર, 26 ડિસેમ્બર 2008 (21:32 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક મંદીને લલકાર આપતા કહ્યુ હતુ કે ગુજરાત વર્ષ 2010 સુધીમાં આભૂષણ માટેનું મોટું કેન્દ્ર બની જશે.

નરેન્દ્ર મોદીએ વાઈબ્રંટ ગુજરાતના ઉપક્રમે ઉધ્યોગ મંડળ ફિક્કી દ્વારા અહી આયોજિત ત્રણ દિવસીય રત્ન-આભૂષણ આંતરરાષ્ટ્રીય સમ્મેલન અને પ્રદર્શની સ્પાર્ક લેના ઉદઘાટન કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત મંદીને એક અવસર તરીકે લે છે.

તેમણે આ મંદીના માહોલમાં દુનિયાભરના ઉદ્યોગોને ગુજરાતમાં આવવા આમંત્રણ આપતા કહ્યુ કે તેઓ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ અને કુશળ શ્રમિકોના સહયોગથી પૂરેપુરો નફો કમાવી શકાય છે.તેમને કહ્યુ કે અત્યાર સુધી ગુજરાતમાં માત્ર જુના જહાઝોને તોડવાનું કાર્ય થતુ હતું. પરંતુ હવે જહાઝ નિર્માણનું કાર્ય પણ ગુજરાતમાં થશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં દરવર્ષે સાત ટન સોનુ ગાળીને વિવિધ આભૂષણો બનાવવામાં આવે છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં આભૂષણના ક્ષેત્રે પરંપરાગત કુશળ કલાકાર ગુજરાતમાં છે.

વેબદુનિયા પર વાંચો