બેરોજગારી ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર આપશે 2.83 લાખ લોકોને નોકરીઓ

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (11:17 IST)
અમેરિકામાં વીઝા નીતિયોમાં ફેરફાર અને દેશમાં વધતી બેરોજગારીની વચ્ચે એક મોટી ખુશખબરી એ છે કે આવતા વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં લગભગ 2.83 લાખ નોકરીયો સૃજિત થવાનુ અનુમાન છે. નાણાકીય મંત્રી જેટલી દ્વારા ગયા અઠવાડિયે રજુ 2017-18ના સમાનય બજેટમાં આ અનુમાન બતાવ્યુ છે. બજેટ દસ્તાવેજ મુજબ 2018માં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 35.67 લાખ થવાનુ અનુમાન છે જે 2016ની 32.84 લાખ સંખ્યાના મુકાબલે 2.83 લાખ વધુ છે. 
 
વિદેશ મંત્રાલય વધારશે 2109 કર્મચારી 
 
દસ્તાવેજ મુજબ વિદેશ મંત્રાલયે પણ પોતાના કાર્યબળમાં 2109 લોકોની વધારો કરી શકે છે.  વર્ષ 2016ના આંકડા મુજબ આ સંખ્યા હાલ 9,294 છે. આ  પ્રકારના કેન્દ્ર સરકારના નવા કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે પણ 2027 નોકરીઓ સૃજિત થવાનુ અનુમાન છે. 2016માં આ સંખ્યા માત્ર 53 હતી. કેન્દ્રીય કર્મિક, લોક ફરિયાદ અને પેંશન રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે આજે કહ્યુ કે વધુ કાર્યબળથી વધુ જન કેન્દ્રીત સરકાર બનવવામાં મદદ મળશે.  કેન્દ્ર સરકારનુ જોર રોજગારને બદલે યુવાઓને વધુ રોજગારપરક બનાવવા પર છે. તેથી કૌશલ વિકાસ મંત્રાલયની પણ રચના કરી છે. આ વધુ યુવાઓને ઉદ્યમી બનાવશે અને બદલાતી જરૂરિયાતોના હિસબથી તેમને નોકરી માટે તૈયાર કરશે.  દસ્તાવેજ મુજબ નાગર વિમાનન મંત્રાલય, ડાક વિભાગ, અલ્પસંખ્યક મામલાના મંત્રાલય સહિત કેન્દ્ર સરકારના અનેક વિભાગોમાં નોકરીઓનુ સૃજન થશે. 
 
ગૃહ મંત્રાલય વધારશે કર્મચારીઓની સંખ્યા 
 
ગૃહ મંત્રાલય 2018માં પોતાના કર્મચારીઓની સંખ્યા 6,076 વધારીને 24,778 કરશે. આવતા વર્ષ સુધી પોલીસ વિભાગોમાં લગભગ 1.06 લાખ ભરતીક કરવામાં આવશે. જેથી તેની સંખ્યાને વધારીને 11,13,689 સુધી પહોંચાડી શકે.  2016ના આંકડા મુજબ કેન્દ્ર સરકાર હેઠળ વિવિધ પોલીસ વિભાગોમાં કુલ કર્મચારી સંખ્યા 10,07,366 છે. 

વેબદુનિયા પર વાંચો