સોનાની ચમક વધી

ગુરુવાર, 4 જૂન 2009 (16:07 IST)
P.R

ડોલરના કમજોર થવાથી આંતર રાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ત્રણ મહિનાના સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. 30 મેના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન દિલ્હી શરાફા બજારમાં લેવાલી તેજ બનતાં સોનાની ચમકમાં વધારો થયો હતો. એના ભાવ રૂ. 15000 પ્રતિ દસ ગ્રામ થયો હતો.

બજાર સુત્રોના જણાવ્યા અનુસાર લગ્ન વિવાહ મૌસને જોતાં સ્ટોકિસ્ટો અને આભૂષણ નિર્માતાઓની તાજી લેવાલીને પગલે બજારમાં તેજી જોવા મળી છે.

વેબદુનિયા પર વાંચો