રેલવે ટિકિટ વેટિંગ કન્ફર્મ કરાવવા પાછળ ચાલી રહેલ ભ્રષ્ટાચાર

બુધવાર, 19 માર્ચ 2014 (13:02 IST)
ટિકિટ મોડિફિકેશનના નામ પર ઠગાઈ

P.R
રેલ ટિકિટની મારામારી વચ્ચે વેટિંગ ટિકિટને કન્ફર્મ કરાવવાનો મોટો ખુલાસો થયો છે. તેના બદલામાં રેલવેના કર્મચારી મોટી કમાણી કરી રહ્યા છે.

ટિકિટ મોડિફિકેશનના નામ પર ચાલનારા આ ખેલ ઉઘાડો પડતા હલચલ મચી છે. છ કર્મચારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે.

કેટલાક કર્મચારીઓને મેજર પનિશમેંટ અને કેટલાકની ટ્રાંસફર કરવામાં આવી છે. સાથે જ રેલવે વિભાગે મોડિફાઈ કરવામાં આવેલ ટિકિટોની વિગત માંગી છે.

કમીશનના રૂપમાં ભારે રકમ વસૂલી

મુસાફરોની સુવિદ્યા માટે રેલવે તરફથી ટિકિટ મોડિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. મોડિફિકેશન વિશેષ પરિસ્થિતિમાં જ કરવામાં આવે છે. પણ ટાઉટ્સ સાથે હાથ મેળવી ઈઆરસી તેનો દુરૂપયોગ કરી રહી છે.

વેટિંગની ટિકિટોને કન્ફર્મ કરાવવા માટે ભારે કમીશન વસૂલવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ટિકિટ મોડિફિકેશન વધુ થવાથી અધિકારીઓ ચોંકી ગયા. તપાસ કરાવી તો ચોંકાવનારી વિગતો સામે આવી.

જાણવા મળ્યુ છે કે અનેક સ્થાનો પર રોજ ટિકિટ મોડીફાઈ કરવામાં આવી રહી છે. સંતોષજનક જવાબ ન મળવાથી હાપુડ, ખુર્જા, બુલંદશહેર સહિત અનેક સ્ટેશનો પર છ ઈઆરસીને ચાર્જશીટ આપવામાં આવી છે કેટલાકને એસએફ 11 આપીને મેજર પનીશમેંટ આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો