ભારતની પીસી માર્કેટ પર નોકિયાની નજર

ભાષા

રવિવાર, 30 ઑગસ્ટ 2009 (13:07 IST)
પોતાના વેપારના વિવિધીકરણની યોજના અંતર્ગત ફિનલેન્ડની મોબાઈલ કંપની નોકિયા ભારતના અત્યંત પ્રતિસ્પર્ધી પર્સનલ કોમ્પ્યુટર બજારમાં ઉતારી શકે છે. ભારત સહિત અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં વિકાસની સંભાવનાઓને ધ્યાનમાં લઈને દુનિયાની પ્રમુખ મોબાઈલ હૈંડસેટ કંપની પીસી બજારમાં ઉતરવાની સંભાવના શોધી રહી છે.

વૈશ્વિક રિસર્ચ ફર્મ ગાર્ટનરના પ્રમુખ વિશ્લેષક 'ક્લાઈંટ કોમ્પ્યૂટિંગ' દિપતરૂપ ચક્રવતીએ કહ્યું કે, કંપની મિની લૈપટોપ 'નોકિયા બુકલેટ 3 જી' મારફત ભારતીય બજારને અજમાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, નોકિયાનો ઈરાદો પૂરી ગંભીરતા અને આક્રમકતા સાથે પ્રવેશ સ્તરના પીસી બજારમાં ઉતારવાનો છે.

તેમનું માનવું છે કે, ભારતીય બજારમાં પીસી બજારમાં વધુ સંભાવના છે. ભવિષ્યમાં અહીં બહોળી સંખ્યામાં નવા પીસી ખરીદાર હશે. ચક્રવતીએ કહ્યું કે, આ કંપનીને ભારત જેવા બજારમાં વિકાસનો સારો અવસર પ્રાપ્ત કરાવશે જ્યાં આવનારા દિવસોમાં કોમ્પ્યુટર પ્રત્યે ઈચ્છા વધુ વધશે.

વેબદુનિયા પર વાંચો