ટોયાટાનું એકમ આગામી વર્ષે શરૂ

ભાષા

બુધવાર, 10 જૂન 2009 (10:30 IST)
વાહન બનાવનારી પ્રમુખ કંપની ટોયાટા કિર્લોસ્ટાર મોટર પ્રાઈવેટ લિમિટેડે કહ્યું છે કે, દેશમાં તેનો બીજો એકમ આગામી વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એચ.નાકાગાવાએ મંગળવારે અહીં આશા વ્યક્ત કરી કે, 'આ વર્ષે 50 હજાર કારે વેંચવામાં આવી હતી. કંપનીએ ગત વર્ષે 51 હજાર 500 કારો વેંચી હતી.'

તેણે કહ્યું કે, 'કંપનીના બીજા એકમની વર્ષ 2010 ના અંત સુધી શરૂ થવાની આશંકા છે.' ટોયાટા કિર્લોસ્ટાર મોટર પ્રાઈવેટ લિમિટેડમાં જાપાની મોટર કાર્પની 89 ટકા ભાગીદારી છે. તેમાં કર્ણાટકના એકમમાં 60 હજાર વાહન પ્રતિવર્ષ બનાવવામાં આવે છે. કંપની 68 કરોડ ડોલરના ખર્ચે બીજો એકમ સ્થાપિત કરી રહી છે જેમાં એક લાખ કારો પ્રતિવર્ષ બનાવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો