ઓટો એક્સપો 2014 : SUVની કિમંતમાં સાઈકલ..

ગ્રેટર નોએડામાં ચાલી રહેલ 12માં આંતરરાષ્ટ્રીય ઓટો એક્સપોમાં કંપનીઓએ એવી અનેક મોંધી કાર અને બાઈક્સ રજૂ કરી, પણ સૌનુ આકર્ષણનું કેન્દ્ર રહી દુનિયાની સૌથી મોટી સાઈકલ નિર્માતા કંપની જાયંટ દ્વારા રજૂ થયેલ મોંધી પ્રીમિયમ બાઈક્સ

s.sisodiya


સ્ટીલથી 10 ગણી વધુ મજબૂત આ બાઈકને લડાકૂ વિમાન અને ફોર્મૂલા વન રેસિંગ કારો બનાવવામાં વપરાતા કાર્બન ફાઈબરથી બનાવવામાં આવી છે 40 વર્ષ જુની આ કંપનીના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર અને એમડી પ્રવિણ પાટિલે જણાવ્યુ કે જાયેંટની પ્રીમિયમ બાઈકની કિમંત છે 11 લાખ રૂપિયા જે ટેક્સ અને અન્ય કર મળીને ભારતમાં લગભગ 13.5 લાખમાં મળશે. જાયંટ બાઈક્સને શરૂઆતી કિમંત છે 25 હજાર રૂપિયા.

આગળના પેજ પર, આંગળી પર ઉઠાવી શકો છો બાઈકને..



P.R


આ બાઈકની ખાસિયત એ છે કે આ ખૂબ જ હલ્કી છે. અહી સુધી કે તેને આંગળી પર ઉઠાવી શકાય છે. આ કાર્બન ફાઈબરથી બનેલી છે, જે સ્ટીલથી 10 ગણી વધુ મજબૂત હોય છે અને લડાકૂ વિમાનો અને ફોર્મૂલા વન રેસિંગ કારોમાં વપરાય છે. ભારમાં જાયંટના શોરૂમ હાલ ફક્ત પુનામાં છે. ટૂંક સમયમાં જ અન્ય 8 શહેરો મુંબઈ, દિલ્હી, ગુડગાવ, ચેન્નઈ, બેંગલુરૂ, ચંડીગઢ અને હૈદરાબાદમાં પણ કંપની પોતાના શોરૂમ ખોલશે.

વેબદુનિયા પર વાંચો