સરકારે આજે જણાવ્યુ કે ઓછા મૂલ્યવર્ગના નોટોનો જીવન સમય ઓછો હોવા ઉપરાંત મૈલી, ફાટેલી નોટોને ફરી બનાવવા પાછળ થતો ખર્ચ વધુ હોવાનુ જોતા આવા નોટોના મુદ્રણને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમીર આલમ ખાન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના લેખિત ઉત્તરમાં નાણાકીય રાજ્યમંત્રી નમો નારાયણ મીનાએ રાજ્યસભાને જણાવ્યુ કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ એક રૂપિયા, બે રૂપિય અને પાંચ રૂપિયાની નિમ્ન મૂલ્યવર્ગના નોટોનો જીવન સમય ઓછો હોવા અને તેના બનાવવામાં વધુ રોકાણ થતુ હોવાનુ જોતા સરકારે આ નોટોના મુદ્રણને બંધ કરવા નો નિર્ણય કર્યો છે.