આજે ગુરૃપુષ્ય નક્ષત્ર, ઝવેરીઓને ધૂમ ખરીદી નિકળવાની આશા

ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (12:27 IST)
દિવાળી પૂર્વે આજે તા. ૧૬ને ગુરૃવારે ગુરૃપુષ્ય નક્ષત્રના શુભદિને સોનાચાંદીમાં શુકન રૃપે ખરીદી નીકળવાની આશાએ ઝવેરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુરૃપુષ્યામૃત યોગ શુભત્વ પ્રદાન કરનાર સાથે સ્થિરતા સર્જનો અને સ્વયંસિધ્ધ યોગ સાથે ૧૦૦ વર્ષ બાદ ગુરૃપુષ્ય નક્ષત્રનુ મહામુહુર્ત સર્જાયુ છે. આજે સવારે ૧૦-૪૮ વાગ્યેથી શરૃ થતા ગુરૃપુષ્ય નક્ષત્રથી ધનતેરસ સુધી સોના-ચાંદીની ખરીદી માટે શુભ દિવસ ગણવામાં આવી રહ્યા છે.

ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખએ જણાવ્યું હતું કે સોનાના ભાવ રૃા. ૨૭૫૦૦ અને ૨૨ કેરેટ દાગીના ભાવ રૃા. ૨૬૭૦૦થી ૨૭૦૦૦ વચ્ચે સ્થિર રહેતા વેપારીઓએ રાહતનો દમ ખેંચ્યો છે. સોનીબજારના ઝવેરીઓ આ શુભ દિવસે ખરીદી કરનાર ગ્રાહકો માટે વિવિધ સ્કીમો જાહેર કરી છે. તેમજ અવનવી ડિઝાઈનના અલંકારોની મોટી રેન્જ મુકી છે. સોનામાં તેજી અટકી છે અને ભાવો પ્રમાણમાં નીચા છે. જેથી લોકોમાં ખરીદીનો ઉત્સાહ રહે તેવી આશા છે.

વેબદુનિયા પર વાંચો