skin Tanning દૂર કરશે વરિયાળીથી બનેલુ ફેસપેક ખૂબ સરળ છે બનાવવાની રીત

સોમવાર, 3 મે 2021 (19:35 IST)
ભારતીય રસોડામાં વરિયાળીનો ઉપયોગ ચા બનાવવા ભોજનના સ્વાદ વધારવા માટે કરાય છે. કેલ્શિયમ, આયરન અને પોટેશિયમ જેવા ગુણોથી ભરપૂર વરિયાળી રોગોના સિવાય ઘણા બ્યૂટી પ્રોબ્લેમ્સને દૂર કરવાનો પણ કામ કરે છે. વરિયાળીથી બનેલ ફેસપેક ઉનાડામાં થતી ટેનિંગને દૂર કરી સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. તો ચાલો જાણી વરિયાળીથી બનેલ એંતી એજિંગ ફેસ માસ્ક બનવવાની રીતે 
 
વરિયાળી 4 ચમચી 
કેળા પાકેલું 
મધ 1 ચમચી 
ટી બેગ્સ 
ગુલાબજળ 
 
કેવી રીતે બનાવવું 
 
તેના માટે સૌથી વરિયાળીને વાટીને પાઉડર તૈયાર કરી લો. હવે ટી બેગ્સ લઈને તેને ગર્મ પાણીમાં ડુબાડી રાખો. ત્યારબાદ કેળાને મેશ કરી અને તેમાં વરિયાળી પાઉડર નાખી સ્મૂદ પેસ્ટ બનાવો પછી આ મિશ્રણમાં મધ અને ગુલાબજળ મિક્સ કરો. 
 
ચેહરા પર લગાવવાની રીત
હવે તૈયાર કરેલ વરિયાળીના પેસ્ટને ચેહરા અને ગરદન પર લગાડો. ગર્મ પાણીમાં ડુબાડી રાખી ટીબેગ્સને નિચોવીને આંખમાં 20 મિનિટ માટે રાખો. આ વાતની કાળજે રાખવી કે ટી બેગ્સ વધારે ગર્મ ન હોય. જ્યારે ફેસપેક સૂકી જાય તો ટી બેગ્સને આંખથી હટાવો અને ચેહરા પર પાણી લગાવીને સર્કુલર મોશનથી સ્ક્રબ કરવું. આવું કરવાથી ડેડ સ્કિન નિકળી જશે અને રંગ પણ નિખરી જશે. 
 
ફેસપેક લગાવ્યા પછી શું કરવું 
ચેહરાને સાફ કર્યા પછી ટૉવેલથી લૂંછો અને કૉટનની મદદથી ગુલાબજળ લગાવો. ગુલાબજળ ટોનરનો કામ કરે છે જે સ્કિન પોર્સને ટાઈટ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર