Hair Fall Remedy - ટાલ પડવાની ચિંતા સતાવે તો અપનાવો આ ઉપાય..

શુક્રવાર, 28 એપ્રિલ 2017 (10:13 IST)
વર્તમાન દિવસોમાં પુરૂષ જ નહી પણ સ્ત્રીઓમાં પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. વય સાથે વાળ ખરવા ખૂબ જ સામાન્ય વાત કહી શકાય છે. પણ જો વયના વીસમાં વર્ષે જ તમારા વાળ પાતળા થવા શરૂ થઈ જાય તો આ ચિંતાનો વિષય છે. 
 
ટાલ પડવાના અન્ય કારણોમાં પોષક તત્વોની કમી, કોઈ ખાસ બીમારી કે થાઈરોઈડની સમસ્યા વગેરે પણ હોઈ શકે છે. પણ વાળ ઉગાવવા માટે બજારમાં મળનારા ગોળીનો પ્રયોગ કરતા પહેલા એ જાણી લો કે આ ગોળીઓમાં જે ઘટક છે તે તમારે માટે સુરક્ષિત  છે કે નથી.  જો તમારા માથાના વાળ પણ સમય પહેલા સાફ થઈ રહ્યા હોય તો તમારે સમય રહેતા જ આ માટે પગલા લેવા જોઈએ નહી તો તમારુ વ્યક્તિત્વ આનાથી પ્રભાવિત થશે જ સાથે જ તમને અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. 
 
વાળના સારા સ્વાસ્થ્ય માટે આપણે ખાનપાનને નજરઅંદાજ નથી કરી શકતા. જેટલુ સારુ ખાશો એટલી સારી ત્વચા અને વાળ રહેશે.  ડાયેટીશિયન અને ન્યૂટ્રિશનસ્ટના મુજબ વાળના ખરવા અને ટાલિયાપણાનુ એક મોટુ કારણ પોષકની કમી છે. વાળના સારા સ્વાસ્થ્ય માટે ડાયેટમાં પ્રોટીન અને વિટામિંસ યુક્ત વસ્તુઓ જેવી કે દૂધ, દાળ, ઈંડા અને લીલા પાંદડાવાળી શાકભાજીઓનો સમાવેશ કરો. 

- કાળા ચણા અંકુરિત કરી રોજ ખાવ અને વિટામિન બી તેમજ સી વાળા પદાર્થોનુ વધુ સેવન કરો. 
- ઘી ખાવ અને વાળની જડમાં ઘી ની માલિશ કરો. 
- સીધા તાપ, પ્રદૂષણ વરસાદનુ પાણી અને ધૂળ માટી વાળના જડને નુકશાન પહોંચાડે છે તેથી તેનાથી બચો. 
- હેયર સ્પ્રે, હેયર જેલ માથાની સ્કિનને શુષ્ક બનાવીને કમજોર કરી નાખે છે. તેથી જ્યા સુધી બને તેનાથી દૂર રહો. 

એવા અનેક કારગર ઉપાય છે જેને તમે ઘરે બેસીને જ સરળતાથી અપનાવી શકો છો. સરસવ તેલ અને મેહંદી પાનની મસાજ હિના વાળને સફેદ થવાથી રોકવા ઉપરાંત આ વાળની જડને પોષણ પણ પ્રદાન કરે છે. આ ઉપરાંત આ માથાની ત્વચાને ખંજવાળથી બચાવે છે અને બહારી તત્વોથી માથાની ત્વચાને રક્ષા કરે છે.  બીજી બાજુ સરસવન તેલ વાળને મજબૂત બનાવે છે અને વાળની વૃદ્ધિમાં સહાયક હોય છે. 
 
 એક કપ સરસવનું તેલ અને 4 ટેબલ સ્પૂન હિનાના પાનને એક સાથે ઉકાળવાની હદ સુધી ગરમ કરો અને મિશ્રણને ગાળી લો. હવે આ મિશ્રણથી માથાની ત્વચા પર 15-20 મિનિટ સુધી મસાજ કરો. તેને માથાની ત્વચા પર સારી રચવા દો અને પછી વાળને શેંપુથી ધોઈ નાખો. સારા પરિણામો માટે એક દિવસના અંતરમાં આ મિશ્રણની મસાજ કરો. 

મેથી દાણાની પેસ્ટ 
મેથી દાણાને પ્રચુર માત્રામાં પોટેશિયમ, વિટામિન સી અને આયરન જોવા મળે છે. જે વાળની વૃદ્ધિમાં સહાયક હોય છે.  આ માટે અડધો કપ મેથી દાણા અને એક કપ નારિયળ તેલ લો. હવે મેથીના દાણાને નારિયળ તેલમાં તળો અને પીસ કરી તેનુ પેસ્ટ બનાવો. તેને થોડા મિનિટ સુધી માથાની ત્વચા પર લાગેલી રહેવા દો. ત્યારબાદ માથાના શૈંપૂથી ધોઈ નાખો. 

નારિયળનુ દૂધ - નારિયળના દૂધમાં પોષક તત્વ હોય છે. જે વાળની જડને મજબૂત બનાવે છે અને વાળને પોષણ પ્રદાન કરે છે. 
 
આ માટે 20 મિલી. નારિયળનુ દૂધ, 2 ટી સ્પૂન આમળાનુ તેલ અને 1 ટી સ્પૂન લીંબૂનો રસ લો. હવે આ પદાથોને એક વાડકામાં મિક્સ કરો અને રૂની મદદથી આ મિશ્રણને માથાની ત્વચા પર લગાવો. તેને 20 મિનિટ સુધી લગાવી રાખો પછી કુણા પાણીથી વાળને ધોઈ નાખો. 
 

ડુંગળી - ડુંગળીમાં સલ્ફર પ્રચુર માત્રામાં જોવા મળે છે. આ રક્ત પ્રવાહને વધારવાની સાથે સાથે કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. જે વાળની વૃદ્ધિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.  આ માટે 1 ડુંગળી, 1 ટી સ્પૂન મધ લો. હવે ડુંગળીને છીણીને તેનો રસ કાઢી લો. માથામાં જે સ્થાન પર વાળ નથી. ત્યા રસથી થોડીવાર માલિશ કરો. પછી એ સ્થાન પર મધ લગાવીને મસાજ કરો. આવુ અઠવાડિયામાં 3 વાર કરો. 

આમળા - આમળા રક્ત પ્રવાહને વધારે છે અને ખોડો દૂર કરે છે. એટલુ જ નહી આ માથાની ત્વચાના રોમ છિદ્રોને પણ ખોલે છે. જેનાથી માથાની ત્વચા પરથી પ્રાકૃતિક તેલનુ ઉત્પાદન થાય છે. તમે 4 કે 5 આમળા અને અડધો કપ નારિયલનુ તેલ લો. આમળાના નાના-નાના ટુકડા કરી ઉકળતા તેલમાં નાખો.  આ મિશ્રણને ગાળીને એક એયર ટાઈટ ડબ્બામાં ભરી લો.  સ્નાન કરતા પહેલા આ મિશ્રણ દ્વારા માથાના ત્વચાની માલિશ કરો અને 15 મિનિટ પછી માથાને શૈપૂથી ધોઈ લો.  તમારા વાળ ખરવા બંધ થઈ જવા ઉપરાંત નવા વાળ પણ ઉગશે.  એટલુ જ નહી તમારા વાળ રેશમી અને મુલાયમ પણ બનશે. જેનાથી તમારુ વ્યક્તિત્વ નિખરશે. 

વેબદુનિયા પર વાંચો