Menstrual flow- વધારે માસિક સ્ત્રાવ થતા આ ઘરેલૂ ઉપાયથી મળશે રાહત

રવિવાર, 2 એપ્રિલ 2023 (14:53 IST)
જે મહિલાઓને વધારે માસિક સ્ત્રાવ થાય છે એ દાડમના છાલટાને સુકાવીને બારીક વાટીને એક ચમચી પાણી સાથે લો. એનાથી રક્ત સ્ત્રાવ ઓછું થશે અને  રાહત મળશે.

જેને બવાસીરની શિકાયત છે એ દાડમના છાલટાના 4 ભાગ અને 8 ભાગ ગોળ કૂટીને ચાળી લો અને બારીક બારીક ગોળી બનાવી થોડા દિવસ સુધી સેવન કરો.બવાસીરથી જલ્દી આરામ મળશે. દાડમના છાલટાને મોમાં રાખી ચૂસવાથી ખાંસીના વેગ શાંત થાય છે. દાડમને બારેક વાટીને એમાં દહીં મિક્સ કરી ઘાટા પેસ્ટ બનાવીને માથા પર ઘસો. એનાથી વાળ નરમ થાય છે. 
 
- માસિક ધર્મની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેનાથી  બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે.
 
- ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી પરેશાન છો, તો તમારે ગોળનું સેવન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, તેમાં ઘણા એવા પોષક તત્વો જોવા મળે છે, જે પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે.
 
કોફીમાં કેફીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે એસ્ટ્રોજનને ઉત્તેજિત કરીને રક્ત પ્રવાહમાં વધારો કરે છે. જો તમને નિયમિત માસિક ન આવે તો કોફીનું સેવન શરૂ કરો. જો કે, કોફી પીરિયડ્સના કારણે થતા દુખાવાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર