કોમળ અને સુંદર હાથ સામાન્ય રીતે દરેક મહિલાને પસંદ હોય છે. પણ સમયની કમી અને કામની વ્યસ્તતાના કારણે કેર કરવી મુશેક્લ થઈ જાય છે. તે પોતાના ચહેરા અને વાળ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપે છે જ્યારે પોતાના હાથ પ્રત્યે બેદરકાર રહે છે. પરિણામે તેમના હાથ ખરબચડા અને કાળા પડી જાય છે. પોતાની વધતી ઉમરને દરેક મહિલા મેકઅપ દ્વારા એક યા બીજા પ્રકારે છુપાવી શકે છે. પરંતુ ખરબચડા હાથ અને તેના પરની કરચલીઓ છુપાવવી શક્ય નથી. માટે જ હાથ પ્રત્યે યોગ્ય કાળજી રાખવામાં આવે તો ઢળતી ઉમરે પણ હાથની સુંદરતા જાળવી શકાય છે.
રોજ એક વખણ ચણાના લોટમાં મધ, ખાંડ અને દહીં નાખી પેસ્ટ કરી તેનાથી હાથ પર સ્ક્રબ કરવું જોઇએ. દહીંથી હાથની સન ટેનિંગ ખત્મ થઈ જાય છે. ઠંડુ દહીં હાથમાં લગાવી લો અને 15 મિનિટ પછી ધોઈ લો .આ લીંબુના રસથી વધારે ફાયદાકારક છે. આમ રોજ થોડી ઘણી કાળજી રાખવાથી હાથ કોમળ, સુંદર અને આકર્ષક લાગશે.