નેલ પૉલિશના એ 5 જુગાડ જે ઘરની આ નાની-નાની પરેશાનીઓ કરી શકે છે દૂર

ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (17:55 IST)
નેલ પૉલિશ એવી વસ્તુ છે જેને ભલે લગાવવા માટે વધુ સમય ન મળતો હોય પણ મોટાભાગની યુવતીઓ ઈચ્છે છે કે તેમની પાસે નેલ પૉલિશનુ જુદુ જુદુ કલેક્શન હોય. આવામાં તમને બતાવી દઉ કે નેલ પોલિશનુ કામ ફક્ત નખને સુંદર બનાવવાનુ જ નથી પણ તમે નેલ પોલિશને ઘણા અન્ય કામમાં પણ વાપરી શકો છો તો આવો જાણીએ 
 
જ્વેલરીથી એલર્જી - જ્વેલરી જો કાળી પડે જાય કે તેને પહેરવાને કારણે સ્કીન પર એલર્જી થઈ જાય તો સ્કિનના સંપર્કમાં આવનારા જ્વેલરીના ભાગ પર ટ્રાંસપરૈંટ નેલ પોલીશ લગાવી દો. તેનાથી જ્વેલરી પણ સેફ રહેશે અને કાળી નહી પડે. કે ન તો તમારા સ્કિન પર તેનાથી કોઈ એલર્જી પણ નહી થાય 
 
 
મેચિંગ જ્વેલરી - પાર્ટીમાં કે બહાર ફરવા જવાનું થાય અને તમારી પાસે ડ્રેસને અનુરુપ જ્વેલરી ન હોય તો ચિંતા કરવી નહીં. જ્વેલરી પર  મેચિંગ નેલ પેઈંટ કરી દેવી. આ જ્વેલરી પહેરી તેનો ઉપયોગ કરી લેવો અને પછી નેલ પેઈંટને રીમૂવ કરી દેવી.
 
હેંગરને બનાવો સુંદર - કપડા રાખવાના સાદા હેંગર જો ખરાબ થઈ જાય તો તેનાથી કપડા પણ ખરાબ થઈ જાય છે. આવા હૈંગર પર નેલ પેઈંટ કરી દેવી. તેનાથી હૈંગર સુંદર થઈ જશે અને કપડા પણ ખરાબ થશે નહીં.
 
તુટેલા બટનનો ઈલાજ - ડ્રેસના કે શર્ટના બટન તુટી જાય તો કપડાનો લુક ખરાબ થઈ જાય છે. આવા બટન પર ટ્રાંસપરન્ટ નેલ પેઈંટ કરી દેવી તેનાથી બટન તુટશે નહીં. 
 
પેચને કરો ટાઈટ -  ઘણીવાર એવું બને છે કે ટૂલ બોક્સ જેવી વસ્તુઓના પેચ ઢીલા થઈ જાય છે. આવી સ્થિતિમાં પેચને ટાઈટ રાખવા હોય તો તેના પર નેલ પોલિશ કરી દેવી. તેનાથી તે ક્યારેય ઢીલા થશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર