નાળિયેલ, આંબળા, નીમ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રીજા પરિબળમાં ટેન્શનને દૂર રાખવાની બાબત પણ જોડાયેલી રહેલી છે. મેડીટેશન, યોગા અને નિયમિત કસરત પણ ઉપયોગી બનેલી છે. નિયમિત રીતે હેરફેર ખૂબ ઉપયોગી સાધન તરીકે છે. હેલ્ધી લાઈફ સ્ટાઈલને જાળવી રાખવમાં આવે તે અતિ જરૂરી છે. નિષ્ણાતોનુ કહેવુ છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ એકંદરે ફીટ રાખે છે. જેથી પૂરતા પ્રમાણમાં ઊંઘ અને ભાગદોડની લાઈફને ઘટાડવી જોઈએ. અપૂરતી ઊંઘ વાળ ખરવામાં પરિબળ સમાન છે. ઉપરાંત ધૂમ્રપાન અને શરાબ પણ હેરલોસની સમસ્યા વધારે છે
આધુનિક ભાગદોડની લાઈફમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગની મહિલાઓ જ નહી પણ પુરૂષો પણ હવે અસરગ્રસ્ત બન્યા છે. વાળ ખરવાની બાબતથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા તરીકે ઉભરીને બહાર આવી છે. સવારમાં નહાવા ગયા બાદ જ્યારે પુરૂષો અને મહિલાઓ બહાર નીકળે છે ત્યારે ઘણી સંખ્યામાં વાળ ખરી પડેલા જોવા મળે છે. ત્યારે તેમને ખૂબ દુ:ખ થાય છે. વાળ ખરી જવા માટે જુદા જુદા કારણો જવાબદાર છે. અત્યંત ભાગદોડ ભરી લાઈફમાં આની કાળજી લેવામાં સફળતા મળતી નથી. અન હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ ટેવ વાળ ખરવા માટે કારણભૂત છે.