આજે દરેક દેશમાં મહિલાઓને દરજ્જો ઉંચો થઈ રહ્યો છે અને સમાજ અને સંસ્કૃતિમાં પણ મહિલાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. મહિલાઓ વગર સંસારની ઉત્પત્તિની કલ્પના કરી શકાતી નથી. આજે અમે તમને મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો વિશે બતાવી રહ્યા છીએ જેને જાણીને તમે નવાઈ પામશો
1. દર 90 સેકંડમાં 1 ગર્ભવતી મહિલાનું મૃત્યુ થાય છે.
2. એક સર્વે મુજબ એક દિવસમાં સ્ત્રીઓ લગભગ 20000 શબ્દ બોલે છે જ્યારે કે પુરૂષોને એવાત કરીએ તો તેઓ ફક્ત 13000 શબ્દ બોલે છે.
3. એક સર્વે મુજબ ભારતીય મહિલાઓ 22 વર્ષની વય પછી વધુ લાલચી થઈ જાય છે.
4. આ વાત તો તમે સાંભળી હશે કે મહિલાઓપોતાના મનમાં કોઈ વાત દબાવી નથી રાખી શકતી અને તેની સત્યતા આ આંકડા પરથી મળે છે કે મહિલાઓ કોઈપણ ખાસ વાતને વધુમાં વધુ 47 કલાક અને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી જ ગુપ્ત રાખી શકે છે.
5. Women શબ્દ wyfmen માંથી લેવામાં આવ્યો છે જેનો મતલબ થાય છે - wife of men
6. દુનિયાની 20 સૌથી અમીર મહિલાઓ પોતાના પતિ કે પિતાની સંપત્તિની ઉત્તરાધિકારી બનીને શ્રીમંત બની છે.
7. મહિલાઓ પોતાના શૃંગારનુ ખાસ ધ્યાન રાખે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાઓના જીવનનુ એક વર્ષ ફક્ત એ વિચારમાં પસાર થાય છે કે હુ આજે શુ પહેરુ.
8. મહિલાઓ પુરૂષોના મુકાબલે વધુ ચટપટુ ખાવાની શોખીન હોય છે અને મહિલાઓની જીભ પુરૂષના મુકાબલે વધુ સ્વાદ ચાખવામાં સક્ષમ હોય છે.
9. મહિલાઓ માટે રડવુ તેમનુ સૌથી મોટુ હથિયાર હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે એક મહિલા એક વર્ષમાં લગભગ 30થી 64 વાર રડે છે. જ્યાર કે પુરૂષોની વાત કરીએ તો તેઓ એક વર્ષમાં ફ્કત 6 થી 17 વાર રડે છે.
10. મહિલાઓ પુરૂષોના મુકાબલે ખોટુ ઓછુ બોલે છે. એક સર્વે મુજબ પુરૂષ મહિલાઓની સરખામણીમાં બમણુ ખોટુ બોલે છે.
11. એક સર્વે મુજબ જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન નસકોરા લે છે તેમના બાળકોનો આકાર અન્ય બાળકોની તુલનામાં નાનો હોય છે.
12. હાર્ટ એટેક આવે તો સ્ત્રીઓને ખભામાં દુખે છે અને પુરૂષોને આ સ્થિતિમાં છાતીમાં દુખાવો થાય છે.
13. પુરૂષો ના મુકાબલે મહિલાઓનુ દિલ બમણી ઝડપથી ધડકે છે.
14. મહિલાઓની વય પુરૂષોની તુલનામાં વધુ હોય છે અને તેનુ મુખ્ય કારણ મહિલાઓની ઈમ્યૂન સિસ્ટમ વધુ સારી હોય છે. જો આંકડાને જોઈએ તો 100ની વયને પાર કરનારા લોકોમાં 5માંથી 4 સ્ત્રીઓ હોય છે.
15. લાંબી સ્ત્રીઓમાં કેંસર થવાનો ભય અન્ય સ્ત્રીઓ કરતા ઓછો હોય છે.
16. સૌથી વધુ બાળકોને જન્મ આપનારી મહિલા રૂસમાં છે જેને કુલ 69 બાળકો છે.
17. સ્ત્રીઓ એક મિનિટમાં 19 વાર પોતાની પાંપણ ઝબકાવે છે. જ્યારે કે પુરૂષ ફક્ત 11 વાર જ ઝપકાવે છે.
18. મહિલાઓને પુરૂષોની તુલનામાં ખરાબ સપના વધુ આવે છે.
19. આ આંકડા ખૂબ મજેદાર છે. મહિલાઓ જૂતા ચપ્પલની શોખીન છે પણ તેઓ તેમાથી ફ્ક્ત 40% જ પહેરે છે.
20. જમૈકા અને કોલંબિયા એકમાત્ર એવા દેશ છે જ્યા બોસના રૂપમાં મહિલાઓ વધુ છે.
21. દુનિયાની સૌથી પ્રથમ કંપ્યૂટર પ્રોગ્રામર એક મહિલા હતી.
22. સેટ લુસિયા દુનિયાનો એકમાત્રે એવો દેશ છે જેનુ નામ એક સ્ત્રીના નામ પર મુકવામાં આવ્યુ છે.
23. મહિલાઓ પોતાની આખી જીંદગીમાં પોતાના લગભગ 10 વર્ષ રસોડામાં વીતાવે છે. જ્યારે કે પુરૂષોની વાત કરીએ તો તેઓ પોતાના જીવનના લગભગ 22 વર્ષ ફક્ત ઊંઘવામાં પસાર કરે છે.
24. મા બનનારી સૌથી ઓછી કદની સ્ત્રીની લંબાઈ ફક્ત 2 ફુટ 4 ઈંચ છે.
25. બે બાળકોના જન્મ વચ્ચે સૌથી ઓછા સમયનો રેકોર્ડ 6 મહિના 10 દિવસનો છે.