હિનાથી માંડીને 'ગીતા રબારી' અને 'ડિમ્પલ કાપડિયા' લડશે ચૂંટણી

ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (13:17 IST)
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધું છે. તમામ પક્ષોએ પોતાની રણનીતિ શરૂ બનાવી દીધી છે. ઉમેદવારોની પસંદગી પણ થઇ ચૂકી છે. ત્યારે સુરત શહેરમાં 484 ઉમેદવારો વચ્ચે જંગ જામશે, ત્યારે ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને AIMIM એ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસાકસી ભરેલી હશે. આ વખતે એક જ નામ ધરાવતા ઘણા ઉમેદવારો છે. જેમાં ભાજપમાં 2 મનીષા, કોંગ્રેસમાં 4 મનીષા અને આપમાંથી 1 મનીષા ઉમેદવાર છે. આ સાથે વોર્ડ નંબર 4માં કોંગ્રેસમાંથી જ 2 મનીષાએ ઉમેદવારી કરી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ગીતા રબારી, ડિમ્પલ કાપડિયા અને મુમતાઝ જેવાં નામના ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે. 
 
જો અટકની વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી 42 ઉમેદવારો અટક પટેલ છે. ભાજપે કુલ 120 પૈકી 20 બેઠકો પર પટેલ અટક ધરાવતા ઉમેદવારોને ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે પટેલ અટકવાળા 11 ઉમેદવારોને રાજકીય જંગ લડવા મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી એ 11 પટેલને ટિકિટ આપી છે.
 
મહાનગરપાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારો ચૂંટણે લડશે, તો આ તરફ અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78 ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધા છે. વોર્ડ નં.3માંથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતાં કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ ત્રણ બેઠકો ગુમાવી દીધી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર