રાજ્યમાં મહાનગરપાલિકામાં ટિકીટ ન મળતાં નારાજ કાર્યકર્તાઓમાં ઘમાસણ વચ્ચે પ્રદેશ ભાજપ પ્ર્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે કહ્યું કે નગર નિગમોની ચૂંટણીમાં તે યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવી છે જે વર્ષોથી સંગઠન માટે કામ કરી રહ્યા છે. રાજ્યમાં દરેક સીટ પર સરેરાશ 20 એટલે કે 2 લાખ ઉમેદવારોએ ટિકીટ માંગી હતી. તેમણે કહ્યું કે ટિકીટ ફાળવણીમાં 3 ટર્મ, 60 વર્ષની સીમા સહિત અન્ય નિયમોનું પાલન કર્યું છે. તેમછતાં જો યોગ્ય ઉમેદવાર ટિકીટથી વંચિત રહ્યા છે, તેને માફી માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 6 નગર પાલિકાની ચૂંટણીમાં ટિકીટ વહેંચણીને લઇને ભાજપમાં અસંતોષ વ્યાપ્ત છે. હજુ ફક્ત 6 નગર પાલિકા ચૂંટણી માટે ઉમેદવારોને જાહેરાત કરી છે. એક-બે દિવસમાં રાજ્યની 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી બાદ સ્થિતિ શું હશે તે સમય જ બતાવશે.