અને એટલે લેખાનુંદાન લાવ્યો !

વેબ દુનિયા

બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (20:16 IST)
બજેટ રજૂ કરતા પૂર્વે ગૃહમાં નાણામંત્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ તમામ પડકારો, વિઘ્નો, હતાશાઓને મ્હાત કરીને તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે જેની વિશ્વભરમાં નોંધ લેવાઇ છે. આ વખતે કેન્દ્ર સરકારનું રેગ્યુલર બજેટ નહ આવતા માત્ર લેખાનુદાન આવ્યું છે ત્યારે નવું બજેટ નવી રચાનાર સરકાર રજૂ કરનાર હોય આ તબક્કે તેની રીતિ-નીતિ સંબધમાં માત્ર અનુમાન જ થઈ શકે.

કેન્દ્ર સરકારના આયોજનો અને યોજનાઓ પ્રત્યે બારીકાઈથી નજર રાખવાની ગુજરાત જેવા વિકસિત રાજયને જરૂર હોય છે. આ સંજોગોમાં કેન્દ્રમાં નવી રચાનાર સરકાર નવું બજેટ રજૂ કરે ત્યાં સુધી રાહ જોઈને જ ગુજરાતનું બજેટ તૈયાર કરવું જોઈએ તેવા સ્પષ્ટ ખ્યાલ સાથે જ ગુજરાતનું 2009-10નું ચાર માસ માટેનું લેખાનુદાન લઈને આવ્યો છું.

વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પણ મંદીના અભૂતપૂર્વ દોરમાંથી પસાર થઈ રહ્યું છે. આવા નબળા, નકારાત્મક અને ચારેય તરફથી આવી રહેલા સંકટોથી ઘેરાયલી આર્થિક પરિસ્થિતિઓની વચ્ચે ગુજરાતે પોતાની આગવી વ્યૂહરચના અને નીતિ-રીતિની મદદથી રાજયને એક ધબકતો, ધમધમતો આર્થિક પ્રવૃત્તિઓનો ટાપુ બનાવી દીધો છે જે સફળતાની દરેક કસોટીમાંથી પાર ઊતર્યું છે.

વેબદુનિયા પર વાંચો