વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં ભડકો, રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ, ભાજપના સ્થાનિક કાર્યકરોની ચીમકી
રાધનપુર બેઠક પર આ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી રહી છે. રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપના કાર્યકરોનું સાંતલપુરના કોરડા ગામમાં મહાસંમેલન મળ્યું હતું. જેમાં જીતશે સ્થાનિક, હારશે બહારનો સૂત્રો સાથે આ મહાસંમેલન યોજાયું. સ્થાનિગ આગેવાનોએ અલ્પેશ ઠાકોરને વિરોધ કરીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી હતી. અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ તેઓ ભાજપના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠકમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈની જીત થઈ હતી. ત્યારે આ વખતે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ઉઠતા વિરોધના સૂરથી જોવાનું રહેશે કે ભાજપ ફરીવાર તેમને ટિકિટ આપશે કે પછી કોઈ સ્થાનિક ઉમેદવારને તક આપશે?