8 ડિસેમ્બર 2022 ના રોજ 'આપ' ની સરકાર બનશે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' લાગુ કરશે: રાઘવ ચઢ્ઢા

હેતલ કર્નલ

શનિવાર, 26 નવેમ્બર 2022 (11:14 IST)
આ વખતે ગુજરાતમાં ચુનાવી જુમલા નહીં પરંતુ અરવિંદ કેજરીવાલની ગેરંટી કામ કરશે: રાઘવ ચઢ્ઢા
 
આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓની એક મોટી માંગણી રહી છે કે 'જૂની પેન્શન યોજના' ને ગુજરાતમાં લાગુ કરવામાં આવે. આ માંગણીને લઈને સરકારી કર્મચારીઓએ એક મહાઆંદોલન ગુજરાતના રસ્તાઓ પર કર્યું હતું. તે આંદોલનના અવાજને ભાજપ સરકારના ભ્રષ્ટ નેતાઓ સુધી પહોંચાડવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ભાજપવાળાઓએ આ સરકારી કર્મચારીઓની એક પણ વાત સાંભળી નહીં. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીએ આ વચન આપ્યું છે કે, જ્યારે ગુજરાતમાં 8મી ડિસેમ્બર 2022ના રોજ આમ આદમી પાર્ટીની ઝાડુવાળી સરકાર બનશે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' ગુજરાતમાં ફરીથી લાગુ કરશે. ભાજપની જેમ આ વચન માત્ર જુમલો નથી, આ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી છે.
 
પંજાબમાં પણ અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે અમે 'જૂની પેન્શન યોજના' લાગુ કરીશું અને અમે પંજાબમાં પણ તે કર્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાને માત્ર 7 મહિના થયા છે, તેમ છતાં અમે ત્યાંના તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' લાગુ કરી છે. એટલે કે અમે જે વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યું છે. અને આ કારણોસર જ અમે ગુજરાતમાં આવીને ડંકાની ચોટ પર કહીએ છીએ કે, ગુજરાતમાં 8 ડિસેમ્બરે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' પુનઃસ્થાપિત કરશે. 
 
'નવી પેન્શન યોજના' સરકારી કર્મચારીઓ માટે ખોટનો સોદો છે. હું આપ સૌને કહેવા માંગુ છું કે 'નવી પેન્શન યોજના' ને લાગુ કરવાવાળી ભાજપ જ હતી. જ્યારે 2002-2003માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તેમણે 'નવી પેન્શન યોજના' સરકારી કર્મચારીઓ પર થોપી હતી. કર્મચારીઓએ ત્યારે પણ વિરોધ કર્યો હતો અને અત્યારે પણ વિરોધ કરી રહ્યા છે. પરંતુ આખા ભારતમાં આમ આદમી પાર્ટી જ એક એવી સરકાર છે જેણે કર્મચારીઓની વાત સાંભળી અને પંજાબમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરી.
 
પંજાબ સરકારે 18 નવેમ્બર, 2022 ના રોજ 'જૂની પેન્શન યોજના' લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડી દીધી છે. હવે 'જૂની પેન્શન યોજના' નો લાભ પંજાબના તમામ સરકારી કર્મચારીઓ લઈ શકશે. ચૂંટણીનો માહોલ છે તો આ વચન બીજી પાર્ટીઓ પણ આપી રહી છે. પરંતુ હું ગુજરાતના મતદારોને ચેતવવા માંગુ છું કે, બીજી જેટલી પણ પાર્ટી તમને એ વચન આપતી હોય કે તે 'જૂની પેન્શન યોજના' લાગુ કરશે, તમે જઈને તેમને પૂછજો કે બીજા કોઇ પણ રાજ્યમાં જ્યાં તેમની સરકાર છે. શું તેમણે ત્યાં આ યોજનાને લાગુ કરી છે? તમે કોંગ્રેસને પૂછજો કે જો તમે સરકારી કર્મચારીઓના આટલા જ શુભચિંતક છો તો શું તમે તમારા બીજા રાજ્યોમાં 'જૂની પેન્શન યોજના' ને લાગુ કરી છે?
 
ભાજપે નવી પેન્શન યોજના લોકોના માથે લાદી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર છે અને છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં તેઓએ જૂની પેન્શન યોજના લાગુ કરી નથી. અમે પંજાબમાં કરીને બતાવ્યું છે એટલે ગુજરાતમાં આ વચન આપી રહ્યા છીએ. અમે પંજાબ અને દિલ્હીમાં લોકોને મફત વીજળી આપી છે. આજે લાખો લોકોના ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય આવે છે. તેના આધારે અમે ગુજરાતમાં કહ્યું કે, મફત વીજળી આપીશું. અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બનાવ્યા, બાળકોને વિશ્વસ્તરીય શિક્ષણ વિનામૂલ્યે આપ્યું. તેના આધારે અમે ગુજરાતમાં કહીએ છીએ કે અમે ગુજરાતમાં એ જ કામ કરીશું જે દિલ્હીમાં કરીને બતાવ્યું છે.
 
આ પછી, પંજાબ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન બતાવતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 18 નવેમ્બર, 2022 ના રોજ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરી છે, તેવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સરકાર બન્યા પછી તરત જ જૂની પેન્શન યોજના લાગૂ કરશે.
 
આમ આદમી પાર્ટીના લોકો જનતા માટે સંઘર્ષ કરે છે, આંદોલન કરે છે. મેં પણ લોકહિતમાં લોકો માટે મારો અવાજ ઉઠાવ્યો, રસ્તામાં પર પોલીસની લાકડી ખાધી અને મારી સામે પણ ઘણા કેસ ચાલી રહ્યા છે. વાત ભાજપના ભ્રષ્ટ તંત્રની છે કારણ કે ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી ઘમંડી અને ભ્રષ્ટ સરકાર ચલાવી રહી છે. મોરબીની ઘટનાએ આ હકીકતનો પર્દાફાશ કર્યો હતો. ઉપરથી નીચે સુધી ભાજપનું તંત્ર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું છે. જો આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવશે તો તેની પણ તપાસ કરશે અને દોષિતોને જેલમાં મોકલશે.
 
ભાજપના લોકસભા સાંસદ મનોજ તિવારીએ તેમના નિવેદન દ્વારા અરવિંદ કેજરીવાલજીને મારી નાખવાની ધમકી આપી છે. અરવિંદ કેજરીવાલજીની આંખો કાઢી નાંખવાની અને પગ તોડવાની ગંદી વાત કરી. લોકોની લાગણી ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને લોકોને હિંસા માટે ઓપન કોલ આપવામાં આવ્યો છે. ભાજપની આ હાલત છે. આજે ભાજપ અરવિંદ કેજરીવાલજીથી ડરી ગઈ છે, તેના કારણે તેઓ અરવિંદ કેજરીવાલજીને મારવાની વાત કરી રહ્યા છે. આ બાબતોથી ભાજપની સંસ્કૃતિ અને ભાજપના નેતાઓની માનસિકતા લોકો સામે આવી ગઈ છે. આવા નેતાઓએ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવવી જોઈએ કારણ કે આ નેતાઓએ તેમનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.
 
હું દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અપીલ કરવા માંગુ છું કે, જે રીતે ભાજપના સાંસદો અરવિંદ કેજરીવાલજીને મારવાની અને ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રીની હત્યા સુધીની વાત કરી રહ્યા છે,  આ નિવેદનો પર ધ્યાન આપીને અરવિંદ કેજરીવાલજીની સુરક્ષા વધારવામાં આવે અને જો તેમની સુરક્ષામાં કોઈ ચૂક હોય તો એવું માનવામાં આવે કે તેના માટે મનોજ તિવારી અને ભાજપ જવાબદાર છે. જો આજે દેશના કાયદા ઘડનારાઓ આવા નિવેદનો આપે, મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપે તો આ દેશની કાયદો અને વ્યવસ્થાનું શું થશે?
 
ભાજપના નેતા તરફથી આપેલું આ નિવેદન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર અને દિલ્હીની MCD ચૂંટણીમાં ભાજપની દુર્દશા દર્શાવે છે. આ બધું બતાવે છે કે ભાજપ કેટલી બોખલાયેલી અને ગભરાયેલી છે. અરવિંદ કેજરીવાલજીએ રાજનીતિની ચૂંટણીની લડાઈમાં ભાજપને હરાવવાનું શરૂ કરી દીધું છે, ગુજરાત અને MCDની ચૂંટણીમાં ભાજપે પોતાની હાર જોઈ રહ્યું છે અને આ ડરને કારણે તેઓ આવા વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. અમે આવા નિવેદનોનું ખંડન કરીએ છીએ અને કેન્દ્ર સરકારને અરવિંદ કેજરીવાલજીની સુરક્ષા વધારવાની અપીલ કરીએ છીએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર