Breaking News - સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર - જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ સહિતની 15 માગણીઓ સ્વીકારી
શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (17:47 IST)
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે. મામને 7માં પગાર પંચનો લાભ મળશે. મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે.
- કેન્દ્રના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવા. રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી. મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે તા.૧/૪/૨૦૧૯થી સળંગ નોકરીનો લાભ આપવો.
- ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સહાય ૮ લાખ છે જેમાં વધારો કરી ૧૪ લાખ આપવાનું નક્કી કરેલ છે.