Gujarat Assembly Election 2022: કોંગ્રેસે ઇવીએમ મશીનોમાં ખરાબી અને પક્ષપાતપૂર્ણ રિપોર્ટીંગને લઇને ચૂંટણીપંચને કરી ફરિયાદ
શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (10:30 IST)
મતદાનને લઇને કોંગ્રેસપક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ, ક્યાંક બુથ કેપ્ચરીંગ તો ક્યાંક ધીમા મતદાનથી રાવ
Gujarat Election 2022: કોંગ્રેસે ઇવીએમ મશીનોમાં ખરાબી અને પક્ષપાતપૂર્ણ રિપોર્ટીંગને લઇને ચૂંટણીપંચને કરી ફરિયાદ
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન બદલ ગુજરાતના 19 જિલ્લાઓના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારથી જ નાગરિકોએ આનંદ અને ઉત્સાહથી મતદાનનો આરંભ કર્યો હતો. વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લોકશાહીના આ અવસરની ઉજવણી કરી હતી.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ ગુજરાતના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાતના ચૂંટણી તંત્ર વતી પી. ભારતીએ રાજીવકુમાર અને ભારતના ચૂંટણી કમિશનનો યોગ્ય માર્ગદર્શન અને સહયોગ બદલ આભાર માન્યો હતો.
પ્રથમ તબક્કાનું મતદાન આજે સાંજે 5:00 વાગે સંપન્ન થયું હતું. ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 60.11 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ 73.02 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 53.83 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે.
પ્રથમ તબક્કાના મતદાનમાં કોંગ્રેસ પક્ષ તરફી ગુજરાતની જનતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે કેમ કરીને કોંગ્રેસપક્ષ તરફી થયેલા મતદાનને રોકવા માટે જુદા જુદા પ્રકારના હથકંડાઓ અપનાવી મતદાન રોકવા, બોગસ મતદાન, ધીમુ મતદાન, બુથ કેપ્ચરીંગ જેવી ફરીયાદો સામે આવી હતી. જેને અનુલક્ષીને કોંગ્રેસપક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની વિગતો નીચે મુજબ છે.