ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ એકબીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોરની રાધનપુરમાં યોજાયેલી સભા બાદ ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ પર હપ્તાખોરીના ગંભીર આરોપો લગાવ્યા છે અને જરૂર પડે તેના પૂરાવા આપવાની પણ વાત કરી છે.
રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સભામાં સંબોધતા કહ્યું કે, ધારાસભ્ય રઘુ દેસાઈ હપ્તા ઉઘરાવી રહ્યા છે. તેમણે ખાનગી કંપનીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો કે, જરૂર પડશે તો રઘુ દેસા
ઈ ક્યાંથી હપ્તા ઉઘરાવે છે તેના પુરાવા પણ આપીશ.નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરે આ પહેલા પણ રઘુ ઠાકોર પર આક્ષેપ કરીને કોંગ્રેસના ધારાસભ્ય સંચાલિત ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર માટે અપાતા સ્વાસ્થ્ય કાર્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચૂંટણી પંચમાં અલ્પેશ ઠાકોરની ફરિયાદ બાદ હોસ્પિટલમાં મફત સેવાની મંજૂરી રદ કરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીના જવાબમાં રઘુ દેસાઈએ ચૂંટણી પંચ સરકારના દબાણમાં ચૂંટણીપંચની કામગીરી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.