ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલની છેલ્લી ઘડીએ બાદબાકી: અલ્પેશ ઠાકોરની એન્ટ્રી

બુધવાર, 12 ઑક્ટોબર 2022 (08:57 IST)
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા જે બહુચરાજીથી કચ્છના માતાજીના મઢ સુધીનો પ્રવાસ કરનાર છે અને સવારે નવ વાગ્યે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા તેને લીલીઝંડી આપનાર છે તે યાત્રામાં પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને હાલમાં જ ભાજપમાં પ્રવેશ મેળવનાર પાટીદાર નેતા અને કોંગ્રેસના પુર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ બંને રાજયનું નેતૃત્વ કરનાર હતા પરંતુ આજે મળતા અહેવાલ મુજબ છેલ્લી ઘડીએ હાર્દિક પટેલની આ યાત્રામાંથી બાદબાકી કરવામાં આવી છે.

ભાજપે નવી યાદીમાં યાત્રાના કાર્યક્રમમાં પ્રથમ દિવસે રાષ્ટ્રીય નેતૃત્વ તરીકે પુરુષોતમ રૂપાલા અને ગુજરાતના નેતૃત્વ તરીકે નિતીનભાઈ પટેલ ઉપરાંત ઋષીકેશ પટેલ, રજનીભાઈ પટેલ અને નંદાજી ઠાકોરનું નામ જાહેર કર્યુ છે અને પ્રથમ દિવસે હાર્દિક પટેલનું નામ નિતીનભાઈ સાથે હતું તે રદ કર્યુ છે.સમગ્ર યાત્રામાં હાર્દિક પટેલનો કયાંય સમાવેશ કરાયો નથી જયારે અલ્પેશ ઠાકોરને તા.16ના રોજ સીદ્ધપુર પાટણની યાત્રામાં સામેલ કરાયા છે. આમ હાર્દિક પટેલની બાદબાકીએ જબરી ચર્ચા જગાવી છે. એક તરફ તેઓ વિરમગામમાંથી ચૂંટણી લડવા માટે આતુર છે અને તૈયારી પણ કરી રહ્યા છે તે જોતા હવે તેની સામે પણ પ્રશ્ન સર્જાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર