30 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં જાઝ ડે ઉજવવામાં આવે છે. જાઝ પશ્ચિમી સંસ્કૃતિનું સંગીતમય સ્વરૂપ છે. જેને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. અમેરિકા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં તેની લોકપ્રિયતા ઘણી વધારે છે. આ સંગીત શૈલીનું સૌથી મહત્વનું સાધન સેક્સોફોન છે.વર્ષ 2011માં યુનેસ્કોએ એક ખાસ દિવસને જાઝ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું. જેનો હેતુ આ સંગીત શૈલીની વિશેષતા જણાવવાનો હતો અને તે આખા વિશ્વને એકતાના દોરમાં કેવી રીતે જોડી શકે છે તે પણ જણાવવાનો હતો.
જાઝ ડે પર, વિશ્વભરના તમામ સમુદાયો, શાળાઓ અને કલાકારો સાથે મળીને આ દિવસની ઉજવણી કરે છે. દર વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવણીનું આયોજન કરવામાં આવે છે અને આ દિવસ સંગીત પ્રેમીઓ માટે ખાસ બની જાય છે. પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના ફેલાવાને કારણે તેની ઉજવણી ઓનલાઈન કરવામાં આવશે. આ કાર્યક્રમ જાઝની સત્તાવાર વેબસાઈટ પર આયોજિત કરવામાં આવશે જેમાં વિશ્વભરના કલાકારો ભાગ લેશે. એટલું જ નહીં વર્ચ્યુઅલ વર્લ્ડ પર જાઝ વિશે ફ્રી ક્લાસ પણ ચલાવવામાં આવશે.