ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી

રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (00:20 IST)
ભગવાન શ્રી ગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ ઉબટન દ્વારા એક બાળકનુ નિર્માણ કર્યુ. દેવી પાર્વતીએ વિચાર્યુ કે આ બાળકને જીવીત કરી દઉ તો.. દેવી પાર્વતીએ બાળકની મૂર્તિમાં પ્રાણ નાખી દીધા અને તેમને પોતાનો પુત્ર માની લીધો.

દેવી પાર્વતીએ પોતાના આ પુત્રને પરમશક્તિશાળી અને બુદ્ધિમાન હોવાના આશીર્વાદ આપ્યા. જ્યારે આ ઘટના થઈ એ સમયે ભગવાન શિવ કૈલાશથી બહાર ગયા હતા.
તેથી તેમને આ પુત્રના જન્મ વિશે માહિતી નહોતી. જ્યારે ભગવાન શિવ કૈલાશ પરત આવ્યા ત્યારે પોતાની ગુફાના દ્વાર પર એક બાળક ગણેશને ઉભેલો જોયો.ગણેશજીને ભગવાન શિવને ગુફામાં પ્રવેશ કરવાથી રોક્યા. તેથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા. પછી તો દેવતાઓ અને ગણેશજી વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. અંતમાંભગવાન શિવે પોતાના ત્રિશૂળથી ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ. શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ.


ચતુર્થી  તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી.

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.`

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર