Ganesh Chaturthi 2018: ગણેશ ચતુર્થી ઉત્સવમાં આ 5 મંત્રોનુ ઉચ્ચારણ કરશો તો બની જશે બગડેલા કામ
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (16:57 IST)
આ વખતે ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરની છે. આ દરમિયાન ભગવાન ગણેશની આરાધના કરે શ્રદ્ધાળુ તેમને પ્રસન્ન કરે છે. ઉલ્લેખનીય છે કે 13 સપ્ટેમ્બરથી શરૂ થઈને 23 સપ્ટેમ્બર સુધી ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલશે. હિન્દુ માન્યતા મુજબ એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યકાળમાં થયો હતો. આ કારણે તેમની સ્થાપના પણ આ સમયે થવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા અને અર્ચનાનુ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભક્ત વ્રત અને પ્રસાદ બનાવીને ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ઉપાસના કરે છે.
હિન્દુ જ્યોતિષ મુજબ ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બર 2018 ગુરૂવારે ઉજવાશે અને 23 સપ્ટેમ્બર 2018ના રોજ અનંત ચતુર્દશી રહેશે. જે દિવસે ભગવાન ગણેશ વિસર્જન થશે. આ દસ દિવસોમાં પૂજા કરવા માટે ગણેશ સાધના કરવામાં આવે છે અને બપ્પાની કૃપા મેળવવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દસ દિવસોમાં ભગવાન ગણેશના સાચા મંત્રોનુ ઉચ્ચારણ કરવુ જોઈએ જેનાથી પૂજા પુરી અને બપ્પા પ્રસન્ન થાય છે. ગણેશ સાધના કરવથી ઘરમા ક્લેશ પૈસાની કમી વગેરે ખતમ થાય છે.