બટાટાનો શીરો

N.D
સામગ્રી - 250 ગ્રામ બટાકા, 1 વાડકી ખાંડ, એક મોટી ચમચી ઘી, 1/2 ચમચી ઈલાયચીનો ભૂકો, 4-5 કતરેલા કાજૂ-બદામ, 8-10 કિશમિશ.

બનાવવાની રીત - સૌ પ્રથમ બટાકાને બાફીને છોલી લો. હવે તેને ચમચીથી મસળી લો જેથી તેમા એકપણ ગાંગડો ન રહે. . કડાહીમાં બે-ત્રણ ઘે નાખીને બટાકાને ગુલાબી થતા સુધી ધીમા ગેસ પર સેકી લો.

ત્યારબાદ ખાંડ નાખીને 10-15 મિનિટ સુધી થવા દો. આ શીરાને સતત હલાવતા રહો તેથી ખાંડ નીચે ચોટે નહી. હવે કતરેલી બદામ, કાજૂ અને ઈલાયચીનો ભૂકો તેમજ કિશમિશ નાખી દો. લો તૈયાર છે, પૌષ્ટિકતાથી ભરપૂર બટાકાનો શીરો, જેને તમે ઉપવાસમાં પણ લઈ શકો છો. આને ગરમા ગરમ સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો