. સઉદી અરબમાં મંગળવારે 4 જૂનના રોજ ઈદ ઉલ ફિતૂરનો તહેવાર ઉજવાશે. ભારતમાં બુધવારે 5 જૂનના રોજ સવારે મીઠી ઈદની નમાજ કરાશે. ઈસ્લામના નવમાં મહિનનઈ રમજાન પૂર્ણ થયા પછી 10માં મહિને શવ્વાલના પહેલા દિવસે ઈદ ઉજવાય છે. એવુ કહેવાય છે એક પૈગબર હજરત મુહમ્મદને બદ્રના યુદ્દમાં મળેલ જીતની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે. ઈદનો તહેવાર પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે. જેમા બધા લોકો દુશ્મની ભૂલીને એકબીજાને ગળે વળગીને શુભેચ્છા આપે છે. એકબીજા ઘરે બોલાવીને સેવઈ સહિત તમામ પ્રકારના લજીજ વ્યંજન ખવડાવે છે.
ઈદનો ચાંદ જોયા પછી થાય છે તહેવારની જાહેરાત
બરકતોનો મહિનો રમજાન પછી આવનારો તહેવાર ઈદ ઉલ ફિતર ચાંદના મુજબ ઉજવાય છે. મતલબ રમજાનના અંતિમ રોજાને સાંજે ઈદનો ચાંદ જોવામાં આવે છે. જ્યારબાદ ઈદની જાહેરાત કરવામાં આવે છે. આ સાંજને ચાંદ રાત કહેવાય છે. જેના આગામી સવારે ઈદની નમાજ થાય છે. આમ તો ઈદની નમાજ દરેક ગામ અને શહેરના ઈદગાહો પર આયોજીત થાય છે. પણ અનેક સ્થાન પર મસ્જિદને બહાર ઈદની નમાજ કરવામાં આવે છે.
ઈદ ઉલ ફિતર પર દાનનુ પણ વિશેષ મહત્વ
ઈદના પાક તહેવાર પર દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. આ દિવસે મુસ્લિમ સમુહના લોકો ગરીબ લોમોને દાન આપે છે. ઈદ પહેલા રમજાનમાં પણ ખૂબ દાન કરવામાં આવે છે. જેને જકાત અને ફિતરા પણ કહે છે. ઈદ પહેલા લોકો ગરીબ લોકોને ઈદ ઉજવવા માટે મદદ કરવા માટે પણ આગળ આવે છે.